અંબાજી પી આઈ આર બી ગોઇલે બાળકોને પ્રાથમિક શાળામાં કરાવ્યો પ્રવેશ
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થાય, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય તેમજ દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદેશ્યથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અભિયાન સ્વરૂપે દર વર્ષે ઉજવવામાં આવે છે.
જે અંતર્ગત આજ રોજ અંબાજીની આદિવાસી છાત્રાલયમાં પણ પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંબાજીના નવનિયુક્ત પીઆઈ અને સંપૂર્ણ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને આ બાળકોને શૈક્ષણિક કીટો આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતું અંબાજી ના નવા પીઆઇ આર બી ગોહિલ દ્વારા આદિવાસી છાત્રાલયમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને તમામ પોલીસ સ્ટાફ દ્વારા આ બાળકોની સાથે એક સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા આ બાળકોને ઉત્સાહિત કરવા હેતુ તેમની બનાવેલી અવનવી પ્રતિકૃતિઓ ના પ્રદર્શનને પણ સંપૂર્ણ પોલીસ સ્ટાફે નિહાળ્યો હતો અને ત્યારબાદ પીઆઇ આર બી ગોહિલ દ્વારા આ બાળકોના જ્ઞાન માં વધારો થાય તે હેતુ તેમને પોલીસ સ્ટેશન ની વિઝીટ કરવા પણ આમંત્રણ આપ્યું હતું જેને લઈને બાળકોમાં પણ એક અનોખો ઉત્સાહ અને પ્રેમ પોલીસ પરિવાર માટે જોવા મળ્યો હતો