સેવા થકી સાર્થક કરતા સમર્પણની ભાવના સાથે ગુરૂદેવશ્રી અવધુત શિવાનંદબાબા મહારાજની અસીમ કૃપાથી મુંગા અબોલ જીવો માટે છેલ્લા ૧૪ વર્ષથી નિષ્કામ ભાવે શ્રી સમર્પણ ગૌ સેવા સમિતી (આઇ.સી.યુ. સેન્ટર) સાવરકુંડલા દ્રારા આ ઉનાળાની કાળજાળ ગરમીમાં દાતાશ્રીઓના સ્વેચ્છીક આર્થીક સહયોગથી પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ગૌમાતા માટે પાણીની અવેડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. તારીખ ૨૮/૦૪/૨૦૨૪ ને રવિવારના રોજ આ કાર્યકૂમ કરવામાં આવેલ જેમા વાંકિયા આશ્રમના સંતશ્રી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ૧૦૦૮ હરીહરાનંદ ભારતી મહારાજ તથા નાના જીજુંડા મોમાઇ માતાજી મઢના સંતશ્રી મસાપીરની પ્રેરક ઉપસ્થીતી રહી હતી આ સાથે પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઈ વીરાણી, નાગરીકબેંકના ભૂતપ્રર્વ ડિરેકટર હસુભાઇ વિરાણી, જીવદયા પ્રેમી અજયભાઈ દોશી, પત્રકાર પ્રદિપભાઈ દોશી, કાઠી ક્ષત્રીય સમાજ અગ્રણી અમરુભાઇ ખુમાણ, નાગરીક બેંકના મેનેજર હરેશભાઈ દોશી, ચંદુભાઈ ડોડીયા, બ્રહમ સમાજ અગ્રણી હર્ષિતભાઇ સોનપાલ, પત્રકાર યશપાલભાઈ વ્યાસ, નિકુંજભાઈ મહેતા, પત્રકાર બિપીનભાઈ પાંધી આંતરાષ્ટીય ભજનીક રેખાબેન વાળા, વીધીબેન અમીતભાઇ ખીરા તથા બહોળી સંખ્યામાં જીવદયા પ્રેમી ભાઇઓ તથા બહેનો હાજર રહયા હતા. આ કાર્યકૂમમાં ગાયો માટે ૨૮ પાણીની અવેડી તથા પક્ષીઓ માટે ૩૩૨ પાણીના કુંડાઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યકૂમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખશ્રી ખીરાદાદા, કમલેશભાઇ રાનેરા, મનસુખભાઇ લાડવા, ભાવીકભાઈ મકીમ, ચિંતનભાઇ મકવાણા, વિશાલભાઈ મકવાણા, હર્ષભાઇ સેદાણી, ડોકટર મેહુલ લાંબરીયા, રવિરાજસિંહ ગોહીલે જહેમત ઉઠાવેલ.