Gujarat

સાવરકુંડલા શિવદરબાર આશ્રમ કાનાતળાવ દ્વારા ગીર ગાયની ઠંડી છાશનું પરબ શરૂ કર્યું

સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શિવદરબાર આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઉષામૈયા માતાજી દ્વારા 375 જેટલી ગીર ગાયોનો નિભાવ ગૌશાળા ખાતે કરવામાં આવી રહ્યોંછે આ ગીર ગાય ના દૂધમાંથી તાજી અને મધુર છાશ બનાવી દરવર્ષે ઉનાળા માં છાશનું પરબ રાહદારીઓ અને વાહન ચાલાકો માટે કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષ પણ ઉનાળા ની શરૂઆત શિવદરબાર આશ્રમ દ્વારા સાવરકુંડલા, હાથસણી અને કાનાતળાવ ગામની ચોકડી પર ઠંડી છા નું પરબ ચાલુ કરવામાં આવ્યું છે.
              શિવ દરબાર આશ્રમ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષના ઉનાળે આ છાશનું પરબ ચાલુ કરવામાં આવે છે જેમાં સાવરકુંડલા, હાથસણી, કાનાતળાવ, ખોડી, સમઢીયાળા, ધારગણી વગેરે ગામો માંથી આવતા તથા જતા વાહન ચાલાકો, રાહદારીઓ, મુસાફરો, પગપાળા જતા વગેરે લોકો ગીર ગાયની ઠંડી છાશ પીને પોતાની તરસ છીપે છે તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીથી બચે છે.