ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી બે ઘટનાઓ સામે આવી છે.
ધોરણ-8માં અભ્યાસ કરતી અનુસુચિત જાતિની છાત્રાઓને શાળાએ અવરજવરમાં સરળતા રહે તે માટે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલોનું વિતરણ કરવામાં આવે છે પણ જંબુસર નગરની એસ એન્ડ આઇસી શાળાના પટાંગણમાં 200થી વધારે સાયકલો બિનઉપયોગી પડી છે.

બીજી તરફ જંબુસર તાલુકાના વેડચ ગામના ચમારિયા(બંગાલિયા) વગાના વિદ્યાર્થીઓને પાણીમાં ચાલીને શાળામાં જવાની ફરજ પડી રહી છે. જંબુસર તાલુકાનું વેડચ ગામ બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે.
હવેલી ટપ્પા વિસ્તારને ભાજપનો ગઢ ગણી શકાય છે.વાકળ વિસ્તાર કારેલી, કહાનવા, વેડચ, ગજેરા જેવા ગામોમાંથી લોકોએ ખોબલે-ખોબલે મત આપ્યા છે છતાં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે.