Gujarat

ભણગોર ગામે યોજાયો વિદ્યાર્થી સન્માન અને નોટબુક વિતરણ કાર્યક્રમ

ગામમાં શિક્ષણની જ્યોત વધુ પ્રજ્વલિત કરવાનો ઉદ્દેશય, ખંભાલીયા મામલતદાર અને પ્રોફેસર, ડોક્ટર્સની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ, સમૂહ જ્ઞાતિ ભોજનમાં ગામજનો જોડાયા

જામનગર: લાલપુર તાલુકાનાના ભણગોર ગામે સામાજિક, શૈક્ષણિક કાર્યક્રમોનો સંગમ થયો હતો. સતત બીજા વર્ષે ધોરણ એક થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહિત કરવા સીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સમૂહ જ્ઞાતિ ભોજન કાર્યક્રમ યોજાયો હતો.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે સતત બીજા વર્ષે શિક્ષણની જ્યોત વધુ પ્રજ્વલિત બને અને વિદ્યાર્થીઓ પ્રોત્શાહિત થાય એવા ઉમદા હેતુથી શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો.

ભણગોર આહિર સેવા સમાજ દ્વારા ભણગોર ગામે દરેક પરીવારના સહયોગથી આહિર સમાજના ધોરણ ૧ થી ૧૨ ના કુલ ૨૦૨ વિઘાથીઁને મોટીવેટ કરવા માટે સમાજ દ્વારા નોટબુક વિતરણ તથા વષઁ ૨૦૨૩/૨૦૨૪ના વષઁ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર કુલ ૧૬ બંઘુ, ભગિનીને “ શ્રી આહિર રત્ન ભણગોર” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખંભાલીયા મામલતદાર વિક્રમભાઈ વરુ, જામનગરના પ્રોફેસર અરજણભાઈ નંદાણીયા, ડોક્ટર અશોક રામ વિશેષ ઉપસ્થિત રહી સમાજમાં શિક્ષણની આવશ્યકતા અને સમાજ વિકાસમાં શિક્ષણના ફાળા વિષે સુંદર વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ બાદ સમુહ જ્ઞાતિ ભોજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન વકીલ ગીરીશભાઈ ગોજીયાએ કર્યું હતું.