Gujarat

દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો, ભર ઉનાળે વરસાદ, સુરતમાં પણ માવઠું જાેવા મળ્યું

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં પણ માવઠું જાેવા મળ્યું છે. કમોસમી વરસાદની સાથે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતો નુકસાનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સુરત શહેરમાં અડાજણ , ભાઠા , કતારગામ , જહાંગીરપુરા અને પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદે હાજરી પુરાવી છે.

વરસાદનું જાેર નબળું રહયું છે પણ છુટાછવાયા વરસાદના કારણે રસ્તા ભીના થયા હતા. વાદળછાયા વાતાવરણના કારણે બફારાનો અહેસાસ થઇ રહ્યો છે. ખેતી નિષ્ણાંત ર્નિમલસિંહ યાદવ અનુસાર વરસાદ ઓછો હોવાથી ખેતીને ખાસ નુકસાન પહોંચશે નહિ, જાેકે વાતાવરણના પલ્ટાની થોડી અસર ચોક્કસપણે જાેવા મળશે.