Gujarat

ઈન્ડિગો એરલાઈનએ આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની સેવાનો વિસ્તાર કરવાની યોજના બનાવી

ઈન્ડિગો આગામી દિવસોમાં ૧૦૦ નવા પ્લેન પણ ખરીદવા જઈ રહી છે

ઈન્ડિગો દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે, જે તેને આજે દેશની સૌથી મોટી એરલાઈન બનાવે છે. હવે કંપનીએ આંતરરાષ્ટ્રીય રૂટ પર પણ તેની સેવાનો વિસ્તાર કરવાની યોજના બનાવી છે. તેમનું આ આયોજન ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. આ પ્લાનને લાગુ કરવા માટે ઈન્ડિગો આગામી દિવસોમાં ૧૦૦ નવા પ્લેન પણ ખરીદવા જઈ રહી છે.

ઈન્ડિગોએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે ૩૦ વાઈડ-બોડી એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જે ભવિષ્યમાં ૧૦૦ સુધી જઈ શકે છે. આ એરક્રાફ્ટ એરબસના છ૩૫૦-૯૦૦ પ્લેન હશે. વાઈડ બોડી એરક્રાફ્ટનો ઉપયોગ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય રૂટ પર સેવા આપવા માટે થાય છે. આ વિમાનોમાં સીટો વચ્ચે ૨ ગેલેરી હોય છે. જ્યારે ડોમેસ્ટિક રૂટ પર, નેરો બોડી એરક્રાફ્ટ દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે, જેમાં સીટો વચ્ચે માત્ર એક ગેલેરી હોય છે.

ઈન્ડિગોએ એરબસને ૩૦ એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આમાં તેને વધુ ૭૦ એરક્રાફ્ટ ખરીદવાનો વિકલ્પ પણ મળ્યો છે. હાલમાં ઈન્ડિગો પાસે લગભગ ૩૫૦ નેરો બોડી એરક્રાફ્ટ છે અને કંપની હાલમાં આ એરક્રાફ્ટ વડે તેની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ ઓપરેટ કરી રહી છે. હાલમાં કંપનીએ તુર્કી એરલાઈન્સ પાસેથી વિશાળ કદના બે એરક્રાફ્ટ લીઝ પર લીધા છે. આ સાથે કંપની દિલ્હી અને મુંબઈથી ઈસ્તાંબુલ માટે તેની ફ્લાઈટ્‌સનું મેનેજમેન્ટ કરે છે.

જાે કે કંપનીએ આ ડીલની કિંમત વિશે માહિતી આપી નથી પરંતુ એરબસે તેના પ્લેનની કિંમતની વિગતો આપવાનું પણ બંધ કરી દીધું છે. આ પહેલા ઈન્ડિગોએ પણ ૫૦૦ નેરો બોડી એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. આનાથી તેને સ્થાનિક બજારમાં સૌથી મોટી એરલાઇન બની રહેવામાં મદદ મળશે. હાલમાં ઈન્ડિગો દેશના સ્થાનિક ઉડ્ડયન બજારમાં ૬૦ ટકા હિસ્સો ધરાવે છે.

ઈન્ડિગોનું આ પગલું એર ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે તે ઈન્ટરનેશનલ રૂટ પર સર્વિસ આપનારી સૌથી મોટી કંપની છે. તે દેશની એકમાત્ર કંપની છે જેની પાસે બ્રોડ બોડી પ્લેનનો કાફલો છે. આમાંના કેટલાક એરક્રાફ્ટ તેની સિસ્ટર કંપની વિસ્તારા પાસે છે. સ્પાઈજેટ કેટલાક વાઈડ બોડી પ્લેન પણ ચલાવે છે. જાે કે એર ઈન્ડિયાએ પણ તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કંપનીએ ૪૭૭ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. તેમાં કેટલાક બોઇંગ અને કેટલાક એરબસ એરક્રાફ્ટ છે. તેમાં લગભગ ૪૦ વાઈડ બોડી એરક્રાફ્ટ છે.