Gujarat

અમરેલીના ખાંભા શહેર અને ડેડાણમાંથી લાખો રૂપિયાના ઘઉં અને ચોખાનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો, તપાસનો ધમધમાટ

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને અપાતું અનાજ લાભાર્થીઓ પાસેથી ખરીદી બારોબાર વેચી દેવાતું હોવાના અનેક બનાવો સામે આવતા રહે છે.

તેની વચ્ચે આજે અમરેલીના ખાંભા શહેર અને ડેડાણમાંથી તંત્ર દ્વારા ઘઉઁ અને ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો હતો અને સીઝ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ખાંભા મામલતદારની ટીમને માહિતી મળતા ખાંભા શહેરમાં આવેલ આઈ.ટી.આઈ.કચેરીની પાછળ મામલતદારની ટીમ પોહચી તપાસ કરતા એક ટ્રક, બે રિક્ષાઓ મળી આવતા તાત્કાલિક કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ઘઉં 12 કટા 543 કિલો કિંમત 14,118સ ચોખા કટા 123 કિંમત 2,33,354નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

મુદામાલ સિઝ કરી વાહનો પોલીસ સ્ટેશનમાં રખાવી કાયદેસરની કાર્યવાવી હાથ ધરવામાં આવી છે.

ખાંભાના ડેડાણ ગામમાં મામલતદારની ટીમ દ્વારા એક રહેણાંક વિસ્તારમાંથી 50 કિલો ઉપરાંતનો અનાજનો જથ્થો મળી આવ્યો છે જેની ગણતરી બાદ સિઝ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં આ જથો શંકાસ્પદ તરીકે તંત્ર દ્વારા સિઝ કરી અનાજનો જથો ક્યાંથી લવાયો કોને આપવાનો હતો આ સહિત દિશામાં તપાસ હાથ ધર્યો બાદ જિલ્લા પુરવઠા વિભાગને રિપોર્ટ કરવામાં આવશે.