Gujarat

મહુધા તાલુકાના સુપ્રસિધ્ધ ધામ મીનાવાડા ખાતે દશામાં ના મંદિર ખાતે ૧૪ મો પાટોસત્વ ઉજવાયો.

મીનાવાડા ખાતે આવેલા પ્રસિદ્ધ ધામ દશામાં ના મંદિર ખાતે પાટોસત્વ ઉજવવામાં આવ્યો .આ પ્રસંગે દશામાં યુવક મંડળ તેમજ પ્રવીણ સિંહ ચૌહાણ દ્વારા રાસ ગરબા ના પ્રોગ્રામ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતી ફિલ્મ ના સુપરસ્ટાર વિક્રમઠાકોર ,રંજના ઠાકોર ,જીવરાજ ઠાકોર ,ધર્મેન્દ્ર ડાભી ,રેખા ઝાલા , રમેશ સોઢા (રમિયલ ),બાદલ ઠાકોર  વિજય સિંહ સોઢા ઉપસ્થિત રહ્યા હતા. રાસ ગરબા નો આનંદ લેવા મીનાવાડા ગામ તેમજ આસપાસ ના વિસ્તાર ના ભક્તો ,ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .