Gujarat

લોકગાયક મણીરાજ બારોટની જન્મ જ્યંતી તેમજ સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો

મહેમદાવાદ તાલુકાના નવચેતન ગામ ખાતે સુપ્રસિદ્ધ લોકગાયક મણીરાજ બારોટ ની જન્મ જયંતિ નિમિત્તે
નમસ્તે સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન આકાશ સમાજ સેવા ટ્રસ્ટ ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયો. જેમાં જાણીતા નામાંકિત કલાકારો ભાવના નાયક, હસમુખભાઇ ભાટીયા, જગદીશભાઈ પટેલ, કમલેશ સોલંકી, ગુલાબસિહ ચૌહાણ, તબલા ઉત્સાદ અનીલ બારોટ સહિત ના કલાકારો એ  મનોરંજન પૂરું પાડયું હતું.
  મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી  સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યારે આભાર વિધી તથાકાર્યક્રમનું સંચાલન જાણીતા લોકપ્રિય એક્ટર સંસ્થાના પ્રમુખ નટવરસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.