Gujarat

દેશનું અત્યાર સુધીનું સૌથી ઐતિહાસિક પરિણામ આજે

લોકસભાની ચૂંટણીના સાત તબક્કા બાદ આજે મતગણતરી થશે. આજનાં પરિણામો એક નહીં પણ અનેક રીતે ઐતિહાસિક પુરવાર થાય એવી શક્યતા છે. આજનાં પરિણામો શા માટે સિમાચિહ્નરૂપ છે? જાણો વિસ્તૃત એનાલિસિસ.

શું રાજીવનો રેકોર્ડ તૂટશે?

1984માં ઇન્દિરા લહેરમાં રાજીવ ગાંધીને 414 સીટ મળી હતી. જોવાનું એ રહેશે કે શું મોદી 415 સીટ જીતીને 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકશે કે કેમ?

શું નેહરુ જેવો રેકોર્ડ બનશે?

આઝાદી બાદ માત્ર નેહરુ સતત 3 વાર 1952, 1957 અને 1962માં ચૂંટણી જીતી વડાપ્રધાન બન્યા હતા. મોદી સળંગ ત્રીજી વખત પીએમ બની 62 વર્ષનો રેકોર્ડની બરાબરી કરશે?

શું વાજપેયી જેવો રેકોર્ડ બનશે?

2004માં ઇન્ડિયા શાઇનિંગની લહેર હતી છતાં સતત 2 વાર વડાપ્રધાન બન્યા પછી અટલજીની સત્તા જતી રહી હતી. મોદી સાથે 20 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન થશે?

શું ચામિલંગનો રેકોર્ડ તૂટશે?

સિક્કિમના નેતા પવન ચામલિંગ એકમાત્ર નેતા છે જે સતત 24 વર્ષ સત્તામાં હતા. હવે મોદી જીતશે તો ચામલિંગનો રેકોર્ડ તોડી શકે છે. મોદી 2001થી (CM+PM) સત્તામાં છે.

શું મોદીનો આ રેકોર્ડ તૂટશે?

મોદી આ ચૂંટણી હારશે તો 23 વર્ષમાં પહેલીવાર તેમના નેતૃત્વમાં પાર્ટી હારશે. 2001માં સીએમ બન્યા પછી તેમના નેતૃત્વમાં ભાજપ ક્યારેય ગુજરાત કે કેન્દ્રમાં હાર્યો નથી.