જૂનાગઢ તા.૧૫ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી તરીકે પદવાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યના સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

તેના ભાગરૂપે જૂનાગઢ ખાતેના સરકારી અતિથિ ગૃહને રોશનીથી શૃંગારિત કરવામાં આવ્યું છે.

જૂનાગઢ શહેરના બિલખા રોડ પર આવેલા આ સર્કિટ હાઉસની ઇમારત રંગબેરંગી લાઇટિંગથી ઝળહળી ઊઠે છે. જે રાત્રિના સમયે દર્શનીય બની રહે છે.

