Gujarat

અંબાજી વણજાર સમાજ ના પ્રમુખે જમલંત સમાચાર ના તંત્રી સામે કરી ફરિયાદ

*રાજુભાઈ ચતરાજી વણજારા નામનો કોઈ વ્યકિત અંબાજી ગામમાં રહેતો નથી*
યાત્રાધામ અંબાજીમાં નાના મોટા સમાજો મોટી સંખ્યામાં રહે છે તેમાંથી એક વણઝારા સમાજના લોકો મોટી સંખ્યામાં અંબાજીમાં વસે છે ગત તા.૦૫/૦૬/૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરેલ જલવંત સમાચાર નામના ન્યુજ પેપરમાં ‘અંબાજી યાત્રાધામમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવા અંગે  લેખ લખેલો હતો જેમાં રાજુભાઈ ચતરાજી વણજારા, રહે. ભાટવાસ, પાણીની ટાંકી પાસે, અંબાજી, તા. દાંતા વાળા નામથી કરેલ અરજીની પેપરમાં પ્રસિધ્ધ કરી હતી અંબાજી ગામમાં રાજુભાઈ ચતરાજી વણજારા નામનો કોઈ વ્યકિત રહેતો નથી અને ખોટા નામથી અરજી કરીને અમારા સમસ્ત વણજારા સમાજની ભારે બદનામી કરી છે
માટે અંબાજી ગામના વણઝારા સમાજ ના પ્રમુખ અકાજી વીરાજી વણજારા એ જવલંત સમાચાર ના તંત્રી સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અંબાજી ગામના સમસ્ત વણજારા સમાજ વતી, અકાજી વીરાજી વણજારા એ કરી છે ફરિયાદ દાંતા ખાતે જવલંત સમાચાર નામનું સાપ્તાહિક ન્યુઝ પેપર ચલાવતા જોષી રાજેશકુમાર મહેશભાઈ, તંત્રી પત્રકાર હોઈ તેઓ જાતે પોતે જ ખોટા ખોટા નામોથી અરજીઓ કરીને પોતાના પેપરમાં છાપવાનું કામ કરતા હશે લાગે છે રાજુભાઈ જોશી એ પોતાના અંગત સ્વાર્થ ખાતર અંબાજી ગામના વણજારા સમાજના વ્યકિતનું ખોટું નામ બતાવીને ખોટા નામથી અરજી કરેલ છે.
અમારા વણજારા સમાજનું નામ બદનામ કરવાના બદઈરાદે ખોટા નામથી ખોટી અને બનાવટી અરજીઓ કરી છે માટે સમસ્ત અંબાજી વણજારા સમાજની ભારે બદનામી કરેલ હોઈ અમારે બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે તાત્કાલિક ધોરણે ઉકત સામાવાળા ઈસમ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુન્હો દાખલ કરવા આમર વણજારા સમજે પ્રમુખ કે અંબાજી પોલીસ ચોકીમાં ફરિયાદ કરી છે