Gujarat

છોટાઉદેપુર તાલુકાના એક માત્ર સીએનજી સ્ટેશનમાં ગેસ લીકેજની ઘટના બની હતી, લોકોમાં ફફડાટ ફેલાયો હતો, અંતે તંત્ર દ્વારા મોકડ્રિલ જાહેર કરવામાં આવી

છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તમામ લાઈન ડિપાર્ટમેન્ટની તૈયારી અને એલર્ટને તપાસવા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મુખ્ય મથકથી આશરે 4 કિલોમીટરના અંતરે આવેલ નવદુર્ગા પેટ્રોલ પંપ જ્યાં ગેસ ઘડતર અને ગેસ પંપિંગ સ્ટેશનમાં ગેસ લીકેજની એક ઘટના બની તે પ્રમાણેનો સીનારીઓ નક્કી કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ગેસના સ્ટેશન સંચાલક દ્વારા જિલ્લા ઇમરજન્સી કંટ્રોલરૂમને એક મેસેજ મળેલ જે બાબતે સમગ્ર લાઈન ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને ઉપરની આફતને રિસ્પોન્સ આપવામાં આવ્યો હતો. સ્થળ ઉપર પ્રાંત અધિકારી વિમલ બારોટ, છોટાઉદેપુર મામલતદાર આર,આર,ભાભોર, છોટાઉદેપુર ડિઝાસ્ટર ડીપીઓ ધ્રુપેનભાઈ પટેલ ઉપસ્થિત હતા. તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ પોલીસ અને નગર પાલિકા ફાયર  વિભાગ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી હતી. નિયત સમયની અંદર તેઓએ પોતાની સર્વિસિસ પૂરી પાડી અને સમગ્ર મોકડ્રિલને સફળ બનાવી હતી.