Gujarat

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમે  છોટાઉદેપુર જીલ્લાના અલસીપુર, કુકણા, લોઢન,જાખરાપુરા,મોટી રાસલી સહિતના વિસ્તારોમાંથી છેલ્લા એક અઠવાડિયાની અંદર કુલ 13 જેટલા ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનિજ વિભાગના અધિકારીની સૂચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન  ખનીજ વિભાગની ટીમ દ્વારા બાતમીના આઘારે છેલ્લા એક અઠવાડિયાની અંદર છોટાઉદેપુર જીલ્લાના અલસીપુર, કુકણા, લોઢન,જાખરાપુરા,મોટી રાસલી,સુસકાલ સહિત વિસ્તારમાંથી ખાન ખનીજ વિભાગની ટિમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ 13 જેટલા ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 65 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર