Gujarat

મેંદરડા ના દાત્રાણા ગામે ટીટોડી એ અગાસી ઉપર ઈંડા મુકયા

મેંદરડા ના દાત્રાણા ગામે ટીટોડી એ અગાસી ઉપર ઈંડા મુકયા
લોકમાન્યતા મુજબ ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વરસાદ વધુ થવાની શક્યતા અને લોકઉમ્મીદ કરતાં હોય છે
મેંદરડા તાલુકા ના દાત્રાણા ગામના ખેડૂત જયસુખ ભાઈ બરવાડીયા ના રહેણાંક મકાનની અગાસી ઉપર ટીટોડી એ ઈંડા મુકયા છે તેની જાણ ગીરધરભાઈ વેકરીયા ને થતા મેંદરડા ના પ્રકૃતિ પ્રેમી પરસોતમભાઈ ઢેબરીયા કરવામાં આવેલ આ અતી દુર્લભ તસ્વીરો પોતાના કેમેરા મા કેદ કર્યા હતા ટીટોડી એ આટલી ઉંચાઈ ઉપર ઈંડા મુકયા છે એટલેજ આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં પુષ્કળ વરસાદ થયો છે અને આવનારા દિવસોમાં હજુ પણ ખૂબ સારો વરસાદ થશે તેવી ખેડૂતો અને લોકો દ્વારા આશા સેવાઈ રહી છે
અહેવાલ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20240731-WA0024.jpg