Gujarat

કુલ મતદાન – સાતમા તબક્કા માટે રાત્રે ૧૧ઃ૪૫ વાગ્યા સુધીમાં ૬૧.૬૩ ટકા મતદાન

સામાન્ય ચૂંટણીના સાતમા તબક્કાના મતદાનમાં ૧૧ઃ૪૫ વાગ્યા સુધીમાં અંદાજે ૬૧.૬૩ ટકા મતદાન નોંધાયું હતું. જેમ જેમ મતદાન પક્ષોની ટીમ પાછી ફરશે તેમ તેમ ફિલ્ડ લેવલના અધિકારીઓ દ્વારા આ આંકડાને અપડેટ કરવામાં આવશે. અગાઉના તબક્કાની જેમ વીટીઆર એપ પર પીસી મુજબ (સંબંધિત એસી સેગમેન્ટ્‌સ સાથે) લાઈવ ઉપલબ્ધ રહેશે.
રાત્રે ૧૧ઃ૪૫ વાગ્યે રાજ્યવાર અંદાજે મતદાન નીચે મુજબ છેઃ

ક્ર.ના. રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ સંસદીય ક્ષેત્રની સંખ્યા લગભગ કુલ મતદાન (%)માં

૧ બિહાર ૮ ૫૧.૯૨
૨ ચંડીગઢ ૧ ૬૭.૯
૩ હિમાચલ પ્રદેશ ૪ ૬૯.૬૭
૪ ઝારખંડ ૩ ૭૦.૬૬
૫ ઓડિશા ૬ ૭૦.૬૭
૬ પંજાબ ૧૩ ૫૮.૩૩
૭ ઉત્તર પ્રદેશ ૧૩ ૫૫.૫૯
૮ પશ્ચિમ બંગાળ ૯ ૭૩.૩૬
ઉપરોક્ત ૮ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ૫૭ ૬૧.૬૩

અહીં પ્રદશિર્ત કરવામાં આવેલ ડેટા ફિલ્ડ ઓફિસર દ્વારા સિસ્ટમમાં ભરવામાં આવતી માહિતી મુજબ છે. આ એક અંદાજિત વલણ છે, કારણ કે કેટલાક મતદાન મથકો ના ડેટા સમય લે છે અને આ વલણમાં પોસ્ટલ બેલેટનો સમાવેશ થતો નથી. દરેક પીએસ માટે નોંધાયેલા મતોનો અંતિમ વાસ્તવિક હિસાબ મતદાનની સમાપ્તિ પર તમામ પોલિંગ એજન્ટો સાથે ફોર્મ ૧૭ સીમાં શેર કરવામાં આવે છે.