શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય પરીવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું…
પાટણની ઐતિહાસિક અને ગુજરાતની વિશિષ્ઠ લાઈબ્રેરી શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ‘આપણું પાટણ હરિત પાટણ’ કાર્યક્રમ અંતર્ગત લાઇબ્રેરીથી મામલતદાર કચેરી સુધીમાં કુલ ૨૦ વૃક્ષો પાંજરા સાથે વાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતાઓનાં સાથ સહકારથી તથા લાઇબ્રેરી પરીવારના સભ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષોની માવજત આજુબાજુનાં રહીશો તથા લાઈબ્રેરી દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા લાઇબ્રેરીનાં પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરા, સંયોજક સુનીલભાઈ પાગેદાર, મહાસુખભાઈ મોદી, રાજેશભાઈ પરીખ, હસુભાઈ સોની, અશ્વિનભાઈ નાયક, ઇશ્વરભાઈ પરમાર, દિલીપભાઈ પ્રજાપતિ, સ્મિતાબેન વ્યાસ, પદ્માબેન જાની, ભગાભાઈ મોદી, દિલીપભાઈ પંડયા, જયેશભાઈ વ્યાસ, નટુભાઇ દરજી, કમલેશભાઈ સ્વામી, સંગીતાબેન શાહ, બ્રીજેશ દવે, રાજેશભાઈ પટેલ, નગીનભાઈ ડોડીયા, મુકેશભાઈ યોગી, કૈલાસબેન સ્વામી, જ્યોતિબેન પાગેદાર, અતુલભાઈ પટેલ, શાંતિભાઈ પટેલ, પ્રકાશભાઈ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ


