આજકાલ મોંઘી ઘાટ ગાડીઓનો યુવાનોમાં જબરો ક્રેઝ ચડ્યો છે. જ્યારે જૂનાગઢના ભેસાણ રોડ પર આવેલા એક કંપનીના શોરૂમમાંથી ટ્રસ્ટ ડ્રાઇવના બહાને થાર ગાડી લઈ બે ઇસમો ફરાર ખજાનો કિસ્સો સામે આવ્યો છે.
જે મામલે ગાડી શોરૂમના સેલ્સ મેનેજર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભેસાણ રોડ પર આવેલા ફોર વ્હીલ કારના શોરૂમમાં મહેશ ખોળભાયા નામનો યુવક ટેસ્ટ ડ્રાઈવ માટે આવ્યો હતો. જેને લઇ શોરૂમના સેલ્સમેન દ્વારા મહેશ ખોડભાયા અને થાર ગાડીની ટેસ્ટ ડ્રાઈવ ભેસાણ રોડ પર કરવાનું કહ્યું હતું.
પરંતુ મહેશ ખોડભાયા દ્વારા બળજબરીથી આ ગાડી રાજકોટ તરફ પૂર ઝડપે લઈ જવામાં આવી હતી. મહેશ ખોડભાઈ આહીર રાજકોટ રોડ પર વડાલ પાસે પૂર ઝડપે થાર ચલાવી પોતાના મિત્રને પણ સાથે લીધો હતો. અને ત્યારબાદ શોરૂમના સેલ્સમેન મહેશ ખોડભાયા અને બાવનજીએ થાર નોબલ યુનિવર્સિટી તરફ હંકારી હતી.
જ્યાં સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી મહેશે સેલ્સમેનને ભૂંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ઉતારી મુક્યો હતો. આ સમગ્ર મામલે સેલ્સમેને શોરૂમના મેનેજર આનંદ ઠાકોરને વાત કરતા મેનેજર દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઇ પોલીસે ગણતરીની કલાકોમાં થાર ગાડી લઈ જનાર બંને યુવકોની ભવનાથ વિસ્તારમાંથી અટકાયત કરી હતી. હાલ પોલીસે થાર ગાડી સાથે બંને ઈસમોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
ફોર વ્હીલ શો રૂમના સેલ્સ મેનેજર આનંદ ઠાકરે જણાવ્યું હતું કે, સવારે 11 વાગ્યે ગ્રાહક બની અને મહેશભાઈ નામનો યુવક અમારા શોરૂમમાં આવ્યો હતો. જુઓ કે થાર ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે ઇન્કવાયરી કરી હતી. ત્યારબાદ અમારા શોરૂમ ના સેલ્સમેન દ્વારા યુવકને થાર ગાડીની ટેસ્ટ ડ્રાઈવ માટે લઈ જવામાં આવ્યા હતા..
અમારા શોરૂમ એ ભેસાણ તરફ ટેસ્ટ ડ્રાઈવ માટે અગાઉથી જ રૂટ નક્કી કરેલો છે. પરંતુ આવ્યું કે રાજકોટ રોડ પર લઈ પૂર ઝડપે ગાડી હંકારી સેલ્સમેનને છરી બતાવી ભૂંડીગારો આપી તેને ઉતારી ત્યાંથી બંને યુવકો ફરાર થઈ ગયા હતા. જે મામલે મેં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં બંને યુવકોને થાર સાથે ઝડપી પાડ્યા છે.

આ મામલે ડીવાયએસપી નિકીતા શિરોયાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસ સ્ટેશનમાં થાર ચોરી થયાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં મહેશ ખોડભાયા નામના યુવાને મહિન્દ્રા શોરૂમમા થાર ગાડીની લેવા માટે ગયા હતા. જ્યાં શોરૂમના સેલ્સમેન હર્ષિલ ભાઈને બેસાડી આરોપી મહેશ ખોડભાયા રાજકોટ રોડ ઉપર થાર ગાડી લઈ ગયા હતા.
શોરૂમ દ્વારા ટેસ્ટ ડ્રાઈવ માટે ભેસાણ તરફનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપી મહેશ ખોળભાયા દ્વારા શોરૂમમાંથી થાર કાઢી પૂર ઝડપે રાજકોટ તરફ લઈ જવામાં આવી હતી. શોરૂમના સેલ્સમેન હર્ષિલે મહેશાને પૂર ઝડપે ગાડી ચલાવવાની ના કહેતા મહેશે તેને ગાળો કાઢી વડાલ નજીકથી બાવનજી નામના તેના મિત્રને પણ થારમાં બેસાડ્યો હતો.
મહેશ ખોડભાયા અને તેનો મિત્ર બામનજી હર્ષિલને થારમાં બેસાડી નોબલ યુનિવર્સિટી તરફ પુર ઝડપે ગયા હતા. જ્યાં નોબલ યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ સાથે પણ મહેશ ખોડભાયા અને તેના મિત્રએ માથાકૂટ કરી હતી.
આ બંને મિત્રોએ હર્ષિલને જાનથી મારી નાખવાની ધમકી આપી હર્ષિલને રસ્તામાં ઉતારી ગાડી લઈ ફરાર થઈ ગયા હતા. તારે પોલીસે આ બંને આરોપીઓને થાર ગાડી સાથે ભવનાથ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપી મહેશ વિરુદ્ધ અગાઉ પણ પાંચથી વધુ ગુના નોંધાયેલા છે. તાલુકા પોલીસે હાલ થાર સાથે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.