Gujarat

રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિઓનાં મોત

પોલીસ દ્વારા કાર નંબરનાં આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી

રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એક વાર હચમચાવીનાખનાર અકસ્માત થયો છે જેમાં, રોડ ક્રોસ કરી રહેલા ૩ લોકોને કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક બાળકનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું.

જ્યારે તે માસૂમ બાળકની માતાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. મેટોડા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા કારનાં નંબરનાં આધારે કાર ચાલકની શોધખોળ પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી છે.