Gujarat

પર્યાવરણના અગત્યના ભાગ ચકલીને બચાવવા અવિરત પ્રયાસો

દર વર્ષે 20મી માર્ચના વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. ટચૂકડી પણ પર્યાવરણ તથા ઇકો સિસ્ટમના મહત્વનો હિસ્સો ચકલીઓ વિશ્વમાં લગભગ બધા દેશોમાં જોવા મળતું પક્ષી છે. સામાન્ય અને સમૂહમાં જોવા મળતું આ પક્ષી હવે ઓછું થવા લાગ્યું છે.

નાના બાળકોએ અગાઉના સમયમાં સૌથી પહેલા જોયેલું જાણેલું પંખી એટલે ચકલી!! ચકા અને ચકીની વાત દેશભરમાં પ્રખ્યાત છે.

નાનકડું આ પંખી જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું હોય અનેક સ્થળે પ્રદુષણ તથા વૃક્ષોના છેદનથી તેના અસ્તિત્વ માટે જોખમ થયું છે. ત્યાર દેવભૂમિ પંથકમાં કેટલાક સેવાભાવીઓ આ જીવને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે.

ભાણવડ એનિમલ લવર્સ ગ્રુપના સદસ્યો તથા ગ્રુપ અગ્રણી અશોકભાઈ ભટ્ટ તથા તેમની ટીમ ઘણા વર્ષોથી હજારોની સંખ્યામાં ચકલી ઘર બનાવી દાતાઓની મદદથી તથા સ્વખર્ચે લોકોને આપી જાગૃતતા લાવી રહ્યા છે. તો પંખી માટે કુંડા તથા ચકલીઘર ભાણવડ મહાજન ગૌશાળાના મુકેશભાઈ સંઘવી તથા તેમની ટીમ પણ આપી રહી છે

. તો ખંભાળીયામાં એનિમલ કેર્સ ગ્રુપના અશોકભાઈ સોલંકી તથા દેસુરભાઈ ધમાંનું ગ્રુપ પણ ચકલીઓ માટે પ્રયાસો કરી રહ્યું છે.

ખંભાળીયામાં ઔદીચ્ય બ્રાહ્મણ અને સેવાભાવી કમલેશભાઈ જોશી એક મિસ્ત્રી મિત્રની મદદથી ખાલી દબામાં ચકલીઘર બનાવીને બસ સ્ટેશન મંદિરોમાં અસંખ્ય ચકલીઘરો રાખે છે. અનેક સ્થળે ચકલી ઘર રાખીને સુંદર ચકલીઓનો વસવાટ સાથે સમૂહ તેમણે અનેક સ્થળે રમતો કર્યા છે.