Gujarat

વામ્બે આરોગ્ય કેન્દ્ર ડોક્ટર વિહોણું, દર્દીઓ હેરાન થયા

જામનગરમાં વામ્બે આરોગ્ય કેન્દ્ર ડોકટર વિહોણું હોય દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. ત્રણ કલાક સુધી દર્દીઓને દવા આપવાવાળું કોઇ ન હોય મુશ્કેલી બેવડાઇ હતી. જામનગરમાં વામ્બે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર ટ્રેનિંગમાં ગયા હોય તબીબ વિહોણાં કેન્દ્રમાં આવતા દર્દી ભારે હાલાકીમાં મૂકાયા હતાં. અન્ય આરોગ્ય અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યોહતો.

જે આરોગ્ય અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યું તે સ્લમ વિસ્તાર હોવાના કારણે ડ્યુટી પર ન આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. આરોગ્ય કેન્દ્ર ખુદ બીમાર હાલતમાં હોય સ્થાનિક કોર્પોરેટરની આગેવાનીમાં વામ્બે આરોગ્ય કેન્દ્ર માં રજૂઆત કરવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે, આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા આવતા અને આરોગ્ય તપાસણી માટે આવતા દર્દીઓ સતત 3-3 કલાક સુધી તબીબ ન હોય ભારે હેરાન થયા હતા. આથી દર્દીઓમાં દેકારા સાથે રોષની લાગણી ફેલાઈ હતી. આ મુદ્દે દર્દીઓ દ્વારા સ્થાનિક નગરસેવકને સાથે રાખી રોષ ભેર રજૂઆત કરવામાં આવી હતી.