આજે રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના કાર્યોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેંન્દ્સિંહ જાડેજા, પ્રાંત અધિકારી જેઆર ગોહિલ, વહિવટદાર અને ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂતના વિકાસ કાર્યોની લોકાર્પણ વિધિ કરાઈ હતી.
જેમાં રાપર શહેર ના વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોનુ તથા શહેર ની સુખાકારી માટે વિવિધ યોજનાઓ માટેના વાહનોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાપરમાં લોક સુવિધામાં વધારો કરવા હેતુ રૂ. 10.90 કરોડના કામોનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ચીફ ઓફિસર રવાજી જાડેજાએ જણાવ્યું હતું કે શહેર માટે ડોર ટુ ડોર વાહન અને જેસીબી મશીન, એક ફાયરફાઇટર, એક સ્કાય લીફટ, એક વાહનો મળીને રૂ.2.91 કરોડના ખર્ચે વિવિધ એરીયામા પેવર બ્લોક પાથરવામાં આવશે.
16 લાખ ના ખર્ચે પાણીની લાઈન તથા રૂ.47 લાખના ખર્ચે આઇકોનિક રોડનુ નિર્માણ કરાશે. રૂ. 1.20 કરોડ ના ખર્ચે રિસરફેસીંગ ડામર રોડ રૂ.2.13 કરોડના ખર્ચે સ્વચ્છ ભારત અંતર્ગત કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન અને રૂ.30 લાખના બગીચામાં સુધારણા કામનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આજે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેંન્દ્સિંહ જાડેજા ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ બેન ગોહિલ વહિવટદાર અને ઇન્ચાર્જ મામલતદાર એમ કે .રાજપૂત ચીફ ઓફિસર રવાજી જાડેજા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત મહેશ સુથાર લક્ષ્મણસિંહ સોઢા માજી જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વસરા જસવંતીબેન મહેતા સ્વામિનારાયણ મંદિર ના સંતો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન મોરારદાન ગઢવીએ જ્યારે આભાર વિધિ ચીફ ઓફિસર રવાજી જાડેજા એ કરી હતી.