ભરૂચ –ગુરુવાર -વરસાદી આપત્તિમાં કોઈ પણ નાગરિક અન્ન-જળ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત ન રહે તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં ઈન્દીરા નગર, બંબુસર, કરગાટ, પરિએજ,જંગાર અને જંબુસરના સામોદ વગેરે સ્થળોના સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન અને નિવાસની ઉત્તમ સુવિધા ઉભી કરાઈ હતી.
ગત રોજ ૨૪મીએ ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ અને વરસાદી પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત આશ્રિતોના વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત આશ્રિતો ભોજન, પીવાના પાણી, જરૂરી દવા, સુવા માટે ગાદલા, ચાદરો સહિતની આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.