આવતીકાલે થર્ટી ફસ્ટ છે નવા વર્ષ 2025ને વેલકમ કરાશે. મોડીરાત્રે 12ના ટકોરે 2024ને વિદાય આપવામાં અવશે અને હરખભેર આવતા 2025ને આવકાર આપવામાં આવશે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર એક્ટિવ થઈ ચૂકી છે. વાહનોનું સધન ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લાવાસીઓ નવા વર્ષની ઉજવણીને વધાવવા આતૂર થયા છે. ખાસ યુવાધન થર્ટી ફસ્ટની મધરાતે બરાબર 12ના ટકોરે વિતેલા 2024ના વર્ષની મીઠી મધૂર યાદોને દીલમાં સેવ કરી નવા વર્ષ 2025ને વેલકમ કરશે. આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરશે આવશે. નડિયાદમાં તો ઠેકઠેકાણે થર્ટી ફસ્ટની પાર્ટીનું પણ આયોજન કરાયું છે.
થર્ટી ફસ્ટની મોડીરાતે યુવાનોની ચહલપહલ જોવા મળશે. આ ઉજવણી અંતર્ગત જિલ્લામાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર તમામ પોલીસ સ્ટેશનોને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ સૂચના આપી વાહન ચેકીંગ, પેટ્રોલીંગ ચૂસ્ત કરી દીધું છે. નડિયાદ, કપડવંજ, મહેમદાવાદ, વસો, માતર, ખેડા, ગળતેશ્વર, ઠાસરા, કઠલાલ સહિત તાલુકા મથકોએ અને જિલ્લાની બોડર પર પોલીસ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
નડિયાદ ડીવીઝનના ડીવાયએસપી વી.આર.બાજપાઈએ જણાવ્યું કે, પોલીસ આ તહેવારને લઈને ખાસ પેટ્રોલીંગ હાથ ધરી રહી છે. જેમાં નડિયાદની વાત કરવામાં આવે તો, પોલીસ શહેરના દરેક એન્ટ્રી, એક્ઝીટ પોઈન્ટ પર દિવસ અને રાત્રે વાહન ચેકીંગની કામગીરી કરી રહી છે.
ખાસ બ્રેથ એનેલાઈઝર અને બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ડ્રિન્ક એન્ડ ડ્રઈવના કેસ પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બુટલેગરના વિરુદ્ધમાં વિશેષ ડ્રાઈવ કરી કાર્યવાહી કરાઈ રહી છે.