વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પસ આયોજિત શપથ વિધિ સાથે સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન
તા.૨૦-૭-૨૦૨૪ ના રોજ વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં આર.સી.સી. ગ્રુપ દ્વારા આયોજિત૨૦૨૪-૨૫ ના નવ નિયુક્ત હોદ્દેદારોના શપથવિધિ તેમજ ધો.૯ થી ૧૨ માં પ્રથમ, દ્વિતીય, ક્રમાંકે શ્રેષ્ઠતમ ગુણાંકન સાથે ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
સૌ પ્રથમ સંતો તથા મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય. બાદ સંસ્થાના સ્થાપક રમણીકભાઈ દુધાતે ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કરેલ. બાદ સંસ્થાના હોદ્દેદારોએ સંતોને પુષ્પમાળા તેમજ આમંત્રિતોને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માનિત કરેલ. ત્યારબાદ ગત વર્ષના આર.સી.સી. પ્રમુખશ્રી મુકેશભાઈ રીબડીયાએ ટીમ વર્ક સાથે કરેલા સમાજ સેવાના કાર્યો બદલ નવા વર્ષના પ્રમુખ જૈવિન ચૌહાણ અને મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ.
બાદ જૂનાગઢ રોટરી ક્લબના સેહુલભાઈ કિકાણીએ ગત વર્ષના પ્રમુખશ્રી તથા તેની ટીમ એ સહયોગ આપી કરેલા સારા કાર્યોની પ્રશંસા સાથે અભિનંદન પાઠવેલ. બાદ નવા વરાયેલા હોદ્દેદારો તથા નવા જોઈન્ટ થયેલા સદસ્યોને પ્રતિજ્ઞા સાથેના શપથ લેવડાવેલ. ઇન્ટરનેશનલ લેવલે ચાલતી આ સંસ્થા સમાજ ઉત્થાનનના અનેકવિધ સેવા કાર્યો કરે છે.
ત્યારબાદ રમણીકભાઈ દુધાત્રા સેહુલભાઈ કિકાણી તથા પૂ.આનંદસ્વામી એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે આર.સી.સી. સંસ્થા વિશ્વના ૧૫૦ જેટલા દેશોમાં કાર્યરત છે. આ સંસ્થા સમાજસેવાની પ્રવૃત્તિઓમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને સ્કોલર સહાય, ગરીબોને રાશનકીટ, બાળકોને બટુક ભોજન, વ્યસનમુક્તિ ઉનાળામાં છાસ વિતરણ, શિયાળામાં ગરમ ધાબળા વિતરણ જેવી અનેકવિધ ગરીબોની સેવાના પ્રોજેક્ટ હાથ ધરેલ છે. આર.સી.સી. એ ગતિવાન ચક્ર છે. જીવ માત્રની સેવા કરવી, સેવા એ જ સાચી મુક્તિ, કરેલ ફોગટ જતું નથી જેવી વિવિધ બાબતો ઉપર વિસ્તૃત છણાવટ કરેલ.
બાદ રમણીકભાઈ દુધાત્રા એ બહારથી આમંત્રિત મહેમાનોને ગિફ્ટ અર્પણ કરેલ. ત્યારબાદ ધો.૯ થી ૧૨ ના તેજસ્વી તારલાઓને ફુલસ્કેપ ચોપડો તથા પેન અર્પણ કરી સન્માનિત કરેલ.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો પૂ. મુકુંદસ્વામી, વિસાવદર પી.આઇ. આર.બી.ગોહિલ, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, મનસુખભાઈ ક્યાડા, હેમાંગ શાહ, નરેન્દ્રભાઈ કોટીલા, ઘનશ્યામભાઈ સાવલિયા, વિજયભાઈ રીબડીયા, ભાસ્કરભાઈ જોશી, ઉદયભાઇ મહેતા, સુરેશભાઈ સાદરાણી, કૌશિકપુરી ગૌસ્વામી, ડૉ.હિરેન જોશી, નિલેશભાઈ દવે, ચંદ્રકાંત ખુહા,ભરતભાઈ નિમાવત, અબ્બાસીભાઈ ખેતી, ઉમેશભાઈ રીબડીયા, અમિતભાઈ ગૌસ્વામી, ઓ.વી. ભટ્ટ, આસિફ કાદરી તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આર. એન. ગોહિલ એ કર્યું
હતું.
સી. વી. જોશી વિસાવદર