Gujarat

માંગરોળમાં રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને વિશ્વ હિન્દુપરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

ઈતિહાસમાં ક્યારેય વિસરી ન શકાય તેવી રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં નાના બાળકો સહિત 28 થી વધુ નિર્દોષ લોકોના જીવ હોમાયા છે જે ઘટનાએ રાજ્ય સહીત દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે માંગરોળ વિશ્વ હિન્દુપરિષદ દ્વારા રાજકોટ ગેમઝોનની ગોજારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માના શાંતિ માટે બે મિનિટ નો મૌન પાડી શ્રીરામ ધુન અને હનુમાન ચાલીસાના પાઠ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ તેમના પરિવારને સાંત્વના સાથે હિંમત મળે એ માટે ભગવાનને પાર્થના કરવામાં આવી હતી.
માંગરોળ હરીકીર્તનાલય ઘુન મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુપરિષદના વિભાગીય આગેવાન વિનુભાઈ મેસવાણીયા.વિશ્વ હિન્દુપરિષદ ના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, ભરતભાઈ ચાંદેગરા, તરૂણગીરી બાપુ, સૈલેશભાઈ ચાવડા સહીતના હોદેદારો રાષ્ટ્રીય સ્વયંસેવકના જીતુભાઈ સાલસીયા, બાબુભાઈ વાજા, કેતનભાઈ નરસાણા,ભાજપ આગેવાન દાનભાઈ ખાંભલા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ચેતનભાઇ કગરાણા ગાયત્રી પરિવાર ના દિલીપભાઈ જોષી,મહાલક્ષ્મી ગૃપના કિશોર સિંહ સરવૈયા વિપુલભાઈ ગાંધી,અરવિંદ બાપુ ખેર સહીતના આગેવાનો સમાજ નાં અગ્રણીઓ વડીલો દ્વારા તમામ દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી..