Gujarat

છોટાઉદેપુર ખાતે સરકારી કર્મચારીઓ  દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું,નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી એ પણ મતદાન કર્યું 

લોકસભા ચૂંટણી માટે સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટનું મતદાન આજથી શરૂ થતાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ મતદાનમાં ભાગ લઈને મતદાન કર્યું હતું.લોકસભા ચૂંટણીના મતદાનને ગણતરીમાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજથી સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ મતદાનની શરૂઆત થઈ છે. છોટાઉદેપુર સેવાસદન તેમજ એસ એફ હાઈસ્કૂલની ખાતે સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાનની શરૂઆત થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓએ મતદાન મથકે પહોંચી પોસ્ટલ બેલેટનું મતદાન કર્યું હતું. જ્યારે છોટાઉદેપુરના નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી અને ધર્મેન્દ્રસિંહ રાઠોડે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.