છોટાઉદેપુર જીલ્લા ન્યાયાલય ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુરના ચેરમેન એમ.જે. પરાશર તથા ફુલ ટાઈમ સેક્રેટરી જે.ડી.સોલંકીના માર્ગદર્શન હેઠળ વર્લ્ડ એનવારમેન્ટ ડેની ઉજવણી કરવામાં હતી. વલ્ડ એનવારમેન્ટ ડે નીમીત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુરના મુખ્ય જીલ્લા સરકારી વકીલો, છોટાઉદેપુર જિલ્લાના વકીલ બાર એશોશીએશનના તમામ વકીલો તથા તમામ કોર્ટ સ્ટાફે ભેગા થઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.