છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને છોટાઉદેપુર રેન્જના આરએફઓ ઉપસ્થિત રહ્યા હતા.
5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છોટાઉદેપુર તાલુકાના કેવડી ઈકો ટુરીઝમ ખાતે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા સહિત વન વિભાગ નો સ્ટાફ અને લોકો જોડાયા હતા. અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.