International

ઈસ્લામાબાદની એક જિલ્લા અને સેશન્સ કોર્ટે ઈમરાન ખાન અને તેમની પત્નીને ૪ એપ્રિલે કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો

પાકિસ્તાનના ઈસ્લામાબાદની એક જિલ્લા અને સેશન્સ કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ૪ એપ્રિલે હાજર થવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર જસ્ટિસ તાહિર અબ્બાસે જામીન અરજી પર સુનાવણી કરી અને બંને માટે કોર્ટમાં હાજર થવાનો ઓર્ડર જાહેર કર્યો છે.

કોર્ટમાં પક્ષના વકીલ ખાલિદ યુસુફ ચૌધરી પણ હાજર હતા. કોર્ટે અદિયાલા જેલના સુપ્રિટેન્ડેન્ટને ઈમરાન ખાનને હાજર કરવાનો આદેશ આપ્યો હતો.

અગાઉ, ઈસ્લામાબાદની જિલ્લા અને સત્ર અદાલતે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (ઁ્‌ૈં)ના સ્થાપક ઈમરાન ખાનને તેમની સામે દાખલ કરાયેલા બે કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. ઈસ્લામાબાદમાં પાર્ટીની લોંગ માર્ચ દરમિયાન ઈમરાન ખાન વિરુદ્ધ લુહી ભીર અને સહલા પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધવામાં આવ્યા છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આયેશા કુંડીએ બંને કેસમાં તેને નિર્દોષ જાહેર કર્યા હતા.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે અદિયાલા જેલના સુપરિન્ટેન્ડેન્ટને ઈમરાન ખાન અને તેમના વકીલો વચ્ચે સુરક્ષા મુદ્દાઓનું નિરાકરણ ન થાય ત્યાં સુધી બેઠક ગોઠવવાનો નિર્દેશ આપ્યો છે. મીડિયા રિપાર્ટ મુજબ, ઈમરાન ખાનના વકીલે કહ્યું કે સુરક્ષાના મુદ્દાઓને કારણે તેમના ક્લાયન્ટને મળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન પદ છોડ્યા બાદથી ૧૦૦થી વધુ કેસોનો સામનો કરી રહ્યા છે. અદિયાલા હાલ તોશાખાના, સિફર અને ગેરકાયદેસર લગ્નના કેસમાં દોષી સાબિત થયા બાદ જેલમાં બંધ છે.

મીડિયા રિપાર્ટ મુજબ, અન્ય એક કેસમાં સ્થાનિક કોર્ટે ઇમરાન ખાન અને તેમની પાર્ટીના નેતા શાહ મહેમૂદ કુરેશી સમક્ષ હાજર થવાનો આદેશ જાહેર કર્યો છે. જેમાં અદિયાલા જેલના અધિકારીઓને તેને ૨૦ એપ્રિલ પહેલા કોર્ટમાં હાજર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે સંસદ હુમલાના કેસ સાથે સંબંધિત અરજી પર સુનાવણી કરતા ઓર્ડર જાહેર કર્યો છે. જેમાં ખાન અને કુરેશીને કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ કેસમાં ખાનના વકીલ નઈમ પંજાેથાએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુરીદ અબ્બાસ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી હતી. કોર્ટને એ પણ જણાવ્યું કે અદિયાલા જેલના સુપરિન્ટેન્ડેન્ટ કોઈ આદેશનું પાલન કરતા નથી. તેમણે કોર્ટને કહ્યું કે જેલ સત્તાવાળાઓએ આદેશનું પાલન કરવું જાેઈએ અને ખાનને તેમની સમક્ષ હાજર કરવા જાેઈએ. વિડિયો લિંક દ્વારા હાજરીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને, મેજિસ્ટ્રેટે ઈ-કોર્ટમાં ભૌતિક હાજરીની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો.