International

જાપાનના સ્પેસ મિશનને મોટો ફટકો, એપ્સીલોન એસ રોકેટ લોન્ચ દરમિયાન વિસ્ફોટ થયો

જાપાનમાં ઉપગ્રહ પ્રક્ષેપણ દરમિયાન એપ્સીલોન એસ રોકેટ એન્જિનમાં આગ લાગી

જાપાનમાં બુધવારે સેટેલાઇટ લોન્ચિંગ દરમિયાન એપ્સિલન એસ રોકેટના એન્જિનમાં આગ લાગી હતી. જાેકે આ ઘટનામાં રોકેટના બહારના ભાગને કોઈ નુકસાન થયું નથી. એપ્સીલોન એસ રોકેટ સાથે બીજી વખત આ ઘટના બની છે. કેબિનેટના મુખ્ય સચિવ યોશિમાસા હયાશીએ કહ્યું કે આ પરીક્ષણ દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં તનેગાશિમા સ્પેસ સેન્ટરના રિઝર્વ એરિયામાં થઈ રહ્યું હતું. જાપાન એક્સપ્લોરેશન એજન્સી (ત્નછઠછ) આ ઘટનાની તપાસ કરી રહી છે.

ગયા વર્ષે પણ આ જ રોકેટના પરીક્ષણ દરમિયાન આવો જ વિસ્ફોટ થયો હતો. નિષ્ણાતોએ સતત બીજી વખત આવી ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આ રોકેટને આ વર્ષે લોન્ચ કરવાની યોજના હતી. કેબિનેટ સચિવ યોશિમાસા હયાશીએ કહ્યું કે એપ્સીલોન એસ રોકેટ જાપાન સરકારની મહત્વાકાંક્ષી યોજનાનો એક ભાગ છે. તેનો હેતુ જાપાનના અવકાશ વિકાસની સ્વાયત્તતાને સુનિશ્ચિત કરવાનો અને સેટેલાઇટ લોન્ચિંગના વૈશ્વિક બજારમાં તેની સ્થિતિ મજબૂત કરવાનો છે.

આને ધ્યાનમાં રાખીને સરકારે આવતા વર્ષે તેની અંતિમ ફ્લાઇટની તારીખ નક્કી કરી છે. જાપાનની સ્પેસ એજન્સીએ પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં આ રોકેટનું પરીક્ષણ કર્યું હતું. જાેકે, ત્યારબાદ ૐ-૩ રોકેટનું લોન્ચિંગ નિષ્ફળ ગયું હતું. આ પછી, સતત ત્રણ સફળ ફ્લાઇટ્‌સ કરવામાં આવી હતી. આ મહિને પણ તેનું સફળ પ્રક્ષેપણ થયું હતું. એજન્સીએ અગાઉના અકસ્માતોમાંથી બોધપાઠ લઈને સુધારા કર્યા છે અને આશા વ્યક્ત કરી છે કે આવતા વર્ષે નિર્ધારિત તારીખે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવશે.