વલ્ગર કન્ટેન્ટ રોકવા માટે કડક કાયદો બનાવો : અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર અભદ્ર કન્ટેન્ટને રોકવા માટે કડક કાયદો બનાવવાની વાત કરી
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર અભદ્ર કન્ટેન્ટને રોકવા માટે કડક કાયદો બનાવવાની વાત કરી હતી. વૈષ્ણવે કહ્યું- જે દેશોમાંથી આવું કન્ટેન્ટ આવે છે તે દેશોની સંસ્કૃતિ આપણા કરતા તદ્દન અલગ છે. વૈષ્ણવે કહ્યું- અભદ્ર કન્ટેન્ટને રોકવા માટે સંસદીય સ્થાયી સમિતિએ આ વિષય પર ધ્યાન આપવાની અને કાયદો કડક બનાવવાની જરૂર છે. બુધવારે સંસદ સત્રના બીજા દિવસે લોકસભા સાંસદ અરુણ ગોવિલ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં વૈષ્ણવે આ વાત કહી. ગોવિલે સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટની યુવાનો પર થતી અસર અને તેને રોકવાની સરકારની જવાબદારી અંગે સવાલો ઉઠાવ્યા હતા.
સાંસદ ગોવિલે ગૃહમાં પૂછ્યું કે, અભદ્ર કન્ટેન્ટને રોકવા માટે હાલની વ્યવસ્થા શું છે? અને શું સરકાર આ કાયદાઓને વધુ કડક બનાવવાની દરખાસ્ત કરી રહી છે? તેના જવાબમાં વૈષ્ણવે કહ્યું- સોશિયલ મીડિયાના યુગમાં એડિટોરિયલ ચેકિંગ ખતમ થઈ ગયું છે. અગાઉ પ્રેસમાંથી જે પણ છાપવામાં આવતું હતું તે સાચું છે કે ખોટું તે તપાસવામાં આવતું હતું અને પછી તેને મીડિયા સમક્ષ લાવવામાં આવતું હતું. તેમણે કહ્યું કે સંપાદકીય તપાસના અંતને કારણે, આજે સોશિયલ મીડિયા એક તરફ પ્રેસની સ્વતંત્રતાનું એક વિશાળ માધ્યમ બની ગયું છે, પરંતુ બીજી તરફ તે એક અનિયંત્રિત અભિવ્યક્તિ છે જેમાં અનેક પ્રકારની અભદ્ર કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવે છે. વૈષ્ણવે કહ્યું કે આ માટે હાલના કાયદાને વધુ કડક બનાવવાની જરૂર છે. આ માટે પણ સર્વસંમતિની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે ૨૪ સપ્ટેમ્બરે કહ્યું હતું કે, ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જાેવી એ ર્ઁંઝ્રર્જીં અને ૈં્ એક્ટ હેઠળ ગુનો છે. ઝ્રત્નૈં ડ્ઢરૂ ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ર્નિણયને ફગાવીને ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ જેબી પારદીવાલાએ કહ્યું હતું કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફીની જગ્યાએ ‘બાળકનું યૌન શોષણ અને અપમાનજનક કન્ટેન્ટ’ શબ્દનો ઉપયોગ થવો જાેઈએ. કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને ફેરફાર કરવો જાેઈએ. અદાલતોએ પણ આ શબ્દનો ઉપયોગ ન કરવો જાેઈએ. હકીકતમાં, મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે, જાે કોઈ આવું કન્ટેન્ટ ડાઉનલોડ કરે છે અને જુએ છે તો તે ગુનો નથી, જ્યાં સુધી તેનો ઈરાદો પ્રસારિત કરવાનો ન હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવું કન્ટેન્ટનો સંગ્રહ કરવો, તેને ડિલીટ ન કરવો અને તેના વિશે ફરિયાદ ન કરવી તે દર્શાવે છે કે તેને પ્રસારિત કરવાના હેતુથી સંગ્રહિત કરવામાં આવી છે. હાઈકોર્ટે આ કેસને ફગાવીને પોતાના ર્નિણયમાં ગંભીર ભૂલ કરી છે. અમે તેના ર્નિણયને બાજુ પર રાખી અને કેસને સેશન્સ કોર્ટમાં પાછો મોકલી દીધો.
ભારતમાં પોર્ન વીડિયો પર ૩ કાયદા છે જે વિષે તમને જણાવીએ, ભારતમાં પોર્ન ઓનલાઈન જાેવું ગેરકાયદેસર નથી, પરંતુ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ૨૦૦૦ પોર્ન વીડિયોના નિર્માણ, પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ મૂકે છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૭ અને ૬૭છમાં આવા ગુના કરનારાઓને ૫ લાખ રૂપિયા સુધીના દંડની સાથે ૩ વર્ષની જેલની જાેગવાઈ પણ છે. આને લગતા ગુનાઓને રોકવા માટે આઈપીસીની કલમ ૨૯૨, ૨૯૩, ૫૦૦, ૫૦૬માં કાયદાકીય જાેગવાઈઓ પણ કરવામાં આવી છે. ર્ઁંઝ્રર્જીં કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.