National

અદાલતે કેસને સાંભળવા યોગ્ય ગણ્યો; દરગાહ કમિટી સહિત ૩ પક્ષકારોને નોટિસ ફટકારી

અજમેર-દરગાહમાં શિવ મંદિરના દાવાની અરજી કોર્ટે સ્વીકારી

આમ તો હાલમાં, રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહને ભારતના પવિત્ર ધાર્મિક સ્થળોમાંથી એક માનવામાં આવે છે. પર્શિયાથી આવેલા સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની કબર અહીં છે. ખ્વાજા સાહેબના ધર્મનિરપેક્ષ ઉપદેશોને કારણે તમામ ધર્મ, જાતિ અને આસ્થાના લોકો આ દરગાહની મુલાકાત લે છે.

પણ દરગાહમાં મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે સંકટ મોચન મહાદેવ મંદિર હતું જે પવિત્ર ગણાતું હતું. આ મહાદેવ મંદિર એ સમયમાં રાજસ્થાનના અજમેરની સિવિલ કોર્ટે અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં સંકટ મોચન મહાદેવ મંદિર હોવાનો દાવો કરતી અરજી સ્વીકારી હતી. બુધવારે કોર્ટે તેને સુનાવણી માટે યોગ્ય ગણાવી હતી. આ અરજી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા વતી દાખલ કરવામાં આવી છે.
સિવિલ કોર્ટે લઘુમતી બાબતોના મંત્રાલય, દરગાહ સમિતિ અજમેર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (છજીૈં)ને નોટિસ મોકલી છે. આ કેસની આગામી સુનાવણી ૨૦ ડિસેમ્બરે થશે.

અરજીમાં રિટાયર્ડ જજ હરવિલાસ શારદા દ્વારા ૧૯૧૧માં લખાયેલા પુસ્તક અજમેરઃ હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે દરગાહના નિર્માણમાં મંદિરના કાટમાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ગર્ભગૃહ અને સંકુલમાં જૈન મંદિર હોવાનું કહેવાય છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું, જાે તમે અજમેર દરગાહની આસપાસ ફરશો તો તમે જાેશો કે બુલંદ દરવાજા પર હિંદુ પરંપરા કોતરવામાં આવી છે. જ્યાં પણ શિવ મંદિર છે ત્યાં અવશ્ય ધોધ, વૃક્ષો વગેરે છે. ત્યાં ચોક્કસપણે પાણી છે. આવી સ્થિતિમાં પુરાતત્વ વિભાગને પણ અહીં તપાસ કરવા અપીલ કરવામાં આવી છે.

દસ્તાવેજાેના આધારે દાવો કરવામાં આવ્યો જેમાં, ભારતમાં સૂફીવાદનો ઇતિહાસ, નિવૃત્ત ન્યાયાધીશ હરવિલાસ શારદાના પુસ્તક અજમેરઃ હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ, જે ૧૯૧૧માં લખવામાં આવ્યું હતું અને ટાંકવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ન્યાયાધીશે હાલની ઇમારતમાં ૭૫ ફૂટ ઊંચા બુલંદ દરવાજાના નિર્માણમાં મંદિરના કાટમાળના ભાગોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં એક ભોંયરું અથવા ગર્ભગૃહ છે, જેમાં શિવલિંગ હોવાનું કહેવાય છે. અને પુસ્તક અનુસાર અહીં એક બ્રાહ્મણ પરિવાર પૂજા કરતો હતો. જેવા ચાર મહત્વની માહિતી આપવામાં આવી હતી.
સિવિલ કોર્ટમાં ૩૮ પાનાની પિટિશન દાખલ કરી હતી જેમાં, દિલ્હીના એડવોકેટ રામસ્વરૂપ બિશ્નોઈએ કહ્યું, ‘કોર્ટમાં ૩૮ પાનાની અરજી દાખલ કરવામાં આવી છે.

કહેવાય છે કે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં એક શિવ મંદિર છે. દરગાહની રચના અને શિવ મંદિરના પુરાવાઓ અંગે પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. અરજીમાં એએસઆઈ દ્વારા દરગાહ સંકુલનો સર્વે કરાવવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં ધાર, બનારસ અને અન્ય સ્થળોની ભોજશાળાના ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે. અરજીમાં દરગાહ સમિતિ, લઘુમતી મંત્રાલય અને પુરાતત્વ વિભાગને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. દરગાહ કમિટીએ આ વિસ્તારમાં થયેલા બાંધકામને ગેરકાયદેસર ગણાવીને અતિક્રમણ હટાવવા અને મંદિરમાં પૂજા કરવાનો અધિકાર આપવાની માગ કરી છે. હિંદુ સેના વતી એડવોકેટ રામસ્વરૂપ બિશ્નોઈ અને ઈશ્વર સિંહે દલીલો કરી હતી.