હરિયાણાના બાદશાહપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર જાેરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાહુલ બાબા જૂઠ બોલવાનું મશીન છે. તેમનું કહેવું છે કે અગ્નિવીર યોજના એટલા માટે લાવવામાં આવી છે કારણ કે સરકાર તેમને પેન્શન સાથે નોકરી આપવા માંગતી નથી. અમારી સેનાને યુવાન રાખવા માટે જ અગ્નિવીર યોજના બનાવવામાં આવી છે.
અમિત શાહે કહ્યું કે હું તમને કહેવા માંગુ છું કે તમારા પુત્રોને સેનામાં મોકલતા પહેલા સંકોચ ન કરો. ૫ વર્ષ પછી, કોઈપણ અગ્નિવીરને પેન્શનપાત્ર નોકરી વિના છોડવામાં આવશે નહીં. આ અંગે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તેણે કહ્યું કે હું હરિયાણામાં નવો ટ્રેન્ડ જાેઈ રહ્યો છું. હાથિનથી થાનેસર અને થાનેસરથી પલવલ સુધી કોંગ્રેસના મંચ પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવી રહ્યા છે.
શાહે કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવી રહ્યા છે તો તમે ચૂપ કેમ છો? કોંગ્રેસ તુષ્ટિકરણમાં આંધળી બની ગઈ છે. કાશ્મીર આપણું છે કે નહીં? કોંગ્રેસ અને રાહુલ બાબા કહે છે કે અમે કલમ ૩૭૦ પાછી લાવીશું. રાહુલ ગાંધીની ત્રણ પેઢીઓ પણ કલમ ૩૭૦ પાછી લાવી શકતી નથી.
હરિયાણાના યુવાનોએ કાશ્મીરની રક્ષા માટે ઘણું બલિદાન આપ્યું છે અને અમે તેને વ્યર્થ નહીં જવા દઈએ. શાહે વધુમાં કહ્યું કે વકફ બોર્ડના આ કાયદામાં ઘણી સમસ્યા છે અને અમે આ શિયાળુ સત્રમાં તેને સુધારવા માટે કામ કરીશું. તમને જણાવી દઈએ કે હરિયાણામાં ૫ ઓક્ટોબરે મતદાન છે. હરિયાણાની ૯૦ વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં મતદાન થશે. ૮મીએ વિજેતા જાહેર કરવામાં આવશે.