National

કેજરીવાલે જીઝ્ર પાસે વહેલી સુનાવણીની માંગ કરી : કોર્ટે કહ્યું,”ઈમેલ મોકલો અમે વિચારીશું”

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી છે. જેના કારણે સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વકીલને ઈમેલ મોકલવા કહ્યું. વાસ્તવમાં કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ આજે ??એટલે કે ૨૬મી એપ્રિલે જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચ સમક્ષ આ કેસ રજૂ કર્યો હતો.

સિંઘવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી પર ૨૯ એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં સુનાવણી કરવાનું કહ્યું હતું, પરંતુ હવે આ મામલો ૬ મેની યાદીમાં જાેવા મળી રહ્યો છે. એડવોકેટ સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)એ પણ આ કેસમાં જવાબ દાખલ કર્યો છે. આવી સ્થિતિમાં આગામી સપ્તાહે સુનાવણી થવી જાેઈએ. આ પછી જસ્ટિસ સંજીવ ખન્નાએ સિંઘવીને કહ્યું કે તમે ઈમેલ મોકલો, અમે વિચાર કરીશું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેલંગાણાના ધારાસભ્ય કે કવિતા કથિત દારૂ નીતિ કૌભાંડમાં દિલ્હીની તિહાર જેલમાં છે. તેને ૭ મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે મની લોન્ડરિંગના આરોપમાં ૨૧ માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારી છે.

જાેકે કોર્ટે ૧૫ એપ્રિલે કેસની સુનાવણી કરી હતી, પરંતુ ફેડરલ એજન્સી તરફથી જવાબ ન આવે ત્યાં સુધી કેજરીવાલને તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે બીજા તબક્કાની ચૂંટણીના ત્રણ દિવસ પછી ૨૯ એપ્રિલે અરજીની સુનાવણી કરવાનું કહ્યું હતું, પરંતુ હવે કેજરીવાલના વકીલનું કહેવું છે કે આ બાબત ૬ મેના રોજની યાદીમાં દેખાઈ રહી છે.

૧૫ એપ્રિલે આ કેસની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર ઈડ્ઢને નોટિસ પાઠવી હતી. ઈડ્ઢએ ૨૪ એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો હતો. જે બાદ ઈડ્ઢએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. એફિડેવિટમાં ઈડ્ઢએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સીએમ કેજરીવાલ એક્સાઇઝ કૌભાંડના કિંગપિન અને કાવતરાખોર છે.

દિલ્હી લિકર પોલિસી કૌભાંડના કથિત કેસમાં ઈડ્ઢએ ૨૧ માર્ચે સતત ૯ વખત સમન્સ મોકલ્યા બાદ લાંબી પૂછપરછ બાદ ઝ્રસ્ કેજરીવાલને કસ્ટડીમાં લીધા હતા. આ જ કેસમાં આમ આદમી પાર્ટીના વધુ બે વરિષ્ઠ નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે. જાે કે, ૨ એપ્રિલે, સુપ્રીમ કોર્ટે આ જ કેસમાં છછઁ નેતા સંજય સિંહને જામીન આપ્યા હતા.