National

નરેન્દ્ર મોદીએ વહેલી સવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, અટલજી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન તરીકેના ત્રીજી વખત શપથ ગ્રહણ પહેલા

ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા રવિવારે વહેલી સવારે પીએમ નરેન્દ્ર મોદી રાજઘાટ પહોચ્યાં હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી આ સાથે શહીદો તેમજ અટલજીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

રવિવારે વહેલી સવારે સૌપ્રથમ રાજઘાટ ખાતે પીએમ મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ તમણે સદૈવ અટલ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી અને અંતમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા ત્યાં ત્રણ સેના પ્રમુખો અને રાજનાથ સિંહ પણ હાજર હતા બાદમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.