Sports

T20 વર્લ્ડકપ ૨૦૨૪ માટે બીસીસીઆઈ ટુંક સમયમાં જ ભારતીય ટીમની જાહેરાત કરી શકે!

આઈપીએલ ૨૦૨૪ બાદ ટી૨૦ ક્રિકેટનું સૌથી મોટું ટૂર્નામેન્ટ ટી૨૦ વર્લ્ડકપ રમાશે. ૧ જુનથી ટી ૨૦ વર્લ્ડકપની શરુઆત થશે. જે વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં રમાશે. આઈપીએલ ૨૦૨૪ની ફાઈનલ ૨૬ મેના રોજ રમાશે. ત્યારે ટી૨૦ વર્લ્ડકપમાં ભાગ લેનાર ખેલાડી આ ટૂર્નામેન્ટ માટે ક્યારે રવાના થશે તેને લઈને પણ મોટી અપટેડ સામે આવી છે.

ટી૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ખેલાડી આઈપીએલ ૨૦૨૪ વચ્ચે અમેરિકા માટે રવાના થઈ શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ ભારતીય ટીમ ૨૧ મેના રોજ અમેરિકા માટે રવાના થશે. ભારતીય ટીમ અલગ અલગ જુથમાં રવાના થઈ શકે છે.

પહેલી બેચમાં એ ભારતીય ખેલાડી સામેલ થશે જે આઈપીએલ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શક્યા નથી. આ ટૂર્નામેન્ટ માટે આઈસીસીએ તમામ ટીમોને ૧ મે સુધી પોતાની ટીમની જાહેરાત કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે બીસીસીઆઈ ટુંક સમયમાં જ ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની સાથે વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવનું ટીમમાં સ્થાન પાક્કું છે.

ભારતીય ટીમ છેલ્લે ૧૧ વર્ષથી કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. તો ટી૨૦ વર્લ્ડકપ ભારતે છેલ્લી વખત ૨૦૦૭માં જીત્યો હતો. આ ટૂર્નામેન્ટની પહેલી સિઝન હતી. જેમાં મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી આ ટૂર્નામેન્ટની ટ્રોફી પોતાને નામ કરી હતી. હવે ભારતીય ખેલાડીઓની નજર લાંબા સમયથી જાેવાય રહેલી આ ટ્રોફી જીતવા પર નજર રહેશે.

રિપોર્ટ્‌સ અનુસાર ટીમ ઈન્ડિયાના સિલેક્ટર મંગળવારે મ્ઝ્રઝ્રૈં સેક્રેટરી જય શાહને મળશે અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવશે.આ બેઠક અમદાવાદમાં યોજાશે જેમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને અન્ય પસંદગીકારો મ્ઝ્રઝ્રૈં સચિવ જય શાહને મળશે.ટીમ ઈન્ડિયાની પસંદગીમાં બે સૌથી મોટા મુદ્દા બીજા વિકેટકીપર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે.