National Sports

BCCI પાસે માગ – 8 રાઈટ ટુ મેચ કાર્ડ આપો, 4-6 ખેલાડીઓને રિટેઇન કરી શકાય

IPL ફ્રેન્ચાઈઝીઓએ BCCIને દર 5 વર્ષે મેગા ઓક્શન કરાવવાની માગ કરી છે. અત્યાર સુધી મેગા ઓક્શન દર 3 વર્ષે થાય છે. બોર્ડે બુધવારે મેગા ઓક્શન અંગે ફીડબેક સેશન યોજ્યું હતું. જેમાં તમામ 10 ફ્રેન્ચાઈઝીના અધિકારીઓએ ભાગ લીધો હતો. ફ્રેન્ચાઇઝીએ 8 રાઇટ ટુ મેચ કાર્ડ અને 4 થી 6 રિટેઇન ખેલાડીઓને રિટેઇન રાખવાની માગ કરી હતી.

એક ફ્રેન્ચાઈઝીના વરિષ્ઠ અધિકારીએ ક્રિકઈન્ફોને જણાવ્યું કે મેગા ઓક્શન 3 વર્ષની જગ્યાએ 5 વર્ષમાં કરવું વધુ ફાયદાકારક છે. આનાથી ફ્રેન્ચાઇઝીને અનકેપ્ડ ખેલાડીઓ તૈયાર કરવા માટે પૂરતો સમય મળશે.

અગાઉ IPL ફ્રેન્ચાઈઝીને 3 રાઈટ ટુ મેચ કાર્ડ મળતા હતા.
અગાઉ IPL ફ્રેન્ચાઈઝીને 3 રાઈટ ટુ મેચ કાર્ડ મળતા હતા.

ફ્રેન્ચાઇઝીની 3 મોટી માગ…

  • IPLમાં દર ત્રણ વર્ષે મેગા ઓક્શન થાય છે, પરંતુ હવે ફ્રેન્ચાઇઝીએ 2 વર્ષ વધારવાની માગ કરી છે.
  • ઘણી ટીમે 6 ખેલાડીઓને રિટેઇન રાખવાની માગ કરી હતી. હાલમાં ફ્રેન્ચાઇઝી 4 ખેલાડીઓને જાળવી શકે છે.
  • 8 રાઈટ ટુ મેચ (RTM) કાર્ડ આપવા જોઈએ, હાલમાં 3 રાઈટ ટુ મેચ કાર્ડ આપવામાં આવે છે.
  • ખેલાડીઓના પ્રદર્શન અનુસાર ઓક્શન કિંમતમાં વધારો અથવા ઘટાડો કરવાનો અધિકાર.

અમે ખેલાડીઓના પગારના અધિકારો પણ માગ્યા: ફ્રેન્ચાઇઝ
વધુ એક સૂચન અધિકારી દ્વારા પગાર અંગે આપવામાં આવ્યું હતું. આ મુજબ, બે મેગા ઓક્શન વચ્ચે ખેલાડીઓના પ્રદર્શનના આધારે ફ્રેન્ચાઇઝીઓને સીધા જ ખેલાડીઓના પગારમાં વધારો અથવા ઘટાડો કરવાનો અધિકાર આપવો જોઈએ.

આનાથી ટીમને તેમના મોટા ખેલાડીઓને જાળવી રાખવાની તક મળશે. ઉપરાંત, જે ખેલાડીઓ અગાઉ બેઝ પ્રાઇસ અથવા ઓછી રકમ પર ખરીદવામાં આવ્યા હતા તેઓને લાભ મળશે. ઉદાહરણ તરીકે રિંકુ સિંહને કોલકાતાએ 55 લાખમાં ખરીદ્યો હતો.

કેપ્ટન જાળવી રાખવાની માગ
ટીમને મોટા ખેલાડી કે કેપ્ટનને જાળવી રાખવાની છૂટ આપવી જોઈએ. આ સિવાય અન્ય ખેલાડીઓને પણ રાઈટ ટુ મેચ તરીકે સામેલ કરવાની મંજૂરી આપવી જોઈએ. 2018ના મેગા ઓક્શનમાં રાઈટ ટુ મેચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ટીમને રીટેન્શન અને RTMને જોડીને વધુમાં વધુ 5 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

ખેલાડીઓના પ્રદર્શને ટીમને પડકાર આપ્યો
આ વખતે IPL 2024માં કેટલાક ખેલાડીઓએ ફ્રેન્ચાઈઝીનું ટેન્શન વધાર્યું છે. ઘણા એવા ખેલાડીઓ છે જેઓ હવે મેચ વિનર બની ગયા છે અને તેમને ઓછી કિંમતે ખરીદવામાં આવ્યા હતા. આ વખતે ટીમ તે ખેલાડીઓ માટે મોટી રકમ ચૂકવવા તૈયાર હશે. ટીમ માટે આવા ખેલાડીઓને તેમની રેન્કમાં જાળવી રાખવાનો પડકાર રહેશે. મેગા ઓક્શનમાં આ ખેલાડીઓ માટે સ્પર્ધા થઈ શકે છે.