ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ ૨૦૨૫ ની સીઝન ૧૮ ની હરાજી સમાપ્ત થઈ ગઈ છે અને હરાજી દરમિયાન ઘણા સ્ટાર ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા. જાે કે, તે ખેલાડીઓનું નસીબ હજુ પણ ચમકી શકે છે અને IPL 2025 મેગા ઓક્શનમાં વેચાયા ન હોવા છતાં, તેમને આગામી સિઝનમાં રમવાની તક આપવામાં આવી શકે છે.
ભારતના સ્ટાર બેટ્સમેનોમાંના એક મયંક અગ્રવાલ IPL 2025ની હરાજીમાં વેચાયા વગરના રહ્યા. પરંતુ જાે કોઈપણ ટીમનો બેટ્સમેન ઈજાગ્રસ્ત થાય છે તો તે તેના સ્થાને ટીમમાં સામેલ થઈ શકે છે. મયંક ગત સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જાેવા મળ્યો હતો અને તેનો આઈપીએલ રેકોર્ડ ઘણો સારો છે, જેના કારણે તે વાપસી કરી શકે છે.
૩૫ વર્ષીય પિયુષ ચાવલા પણ IPL 2025ની હરાજીમાં વેચાયા વગરના રહ્યા છે. પરંતુ તેની મજબૂત સ્પિન બોલિંગ ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેને રિપ્લેસમેન્ટ તરીકે કેટલીક ટીમમાં સામેલ થવાની તક મળી શકે છે. પીયૂષે ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા ૧૧ મેચમાં ૧૩ વિકેટ લીધી હતી.
જ્યારે ૨૦૨૩માં તેણે ૨૨ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલરોમાંથી એક નંદ્રે બર્જરે IPL 2025 દરમિયાન રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યૂ કર્યું હતું અને તેણે ૬ મેચમાં ૭ વિકેટ પણ લીધી હતી. પરંતુ આ સિઝનમાં તે વેચાયા વગરનો રહ્યો છે. જાેકે તેની બોલિંગ ક્ષમતાને ધ્યાનમાં રાખીને કોઈપણ ટીમ તેને રિપ્લેસમેન્ટ તરીકે તક આપી શકે છે.