ભારતીય ટીમ મહિલા એશિયા કપની સેમીફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને નવમી વખત ફાઇનલમાં પહોંચી છે. સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું હતું.
ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં 55 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ 28 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી.
આ પહેલા બાંગ્લાદેશ તરફથી નિગાર સુલ્તાનાએ 32 અને શોર્ના અખ્તરે અણનમ 19 રન બનાવ્યા હતા.
અન્ય સાત બેટર ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ અને સ્પિનર રાધા યાદવે 3-3 વિકેટ લીધી હતી. પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માને એક-એક વિકેટ મળી હતી.