Sports

ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ -૫ ખેલાડીઓમાં શિખર ધવન અને નિકોલસ પુરને પોતાનું સ્થાન બનાવી લીધું

આઈપીએલમાં ૧૧ મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ ખુબ રસપ્રદ રહી

આઈપીએલમાં ૧૧ મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ ખુબ રસપ્રદ રહી છે. બોલર અને બેટ્‌સમેન શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. લખનૌ સુપર જાયન્ટસ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલની ૧૧મી મેચ રમાય હતી. ત્યારબાદ ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ -૫ ખેલાડીઓમાં શિખર ધવન અને નિકોલસ પુરને પોતાનું સ્થાન બનાવી લીધું છે. પંજાબના કેપ્ટન શિખર ધવને લખનૌ વિરુદ્ધ ૧૯૯ રનનો લક્ષ્યનો પીછો કરતા ૭૦ રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. લખનૌના નિકોલસ પુરને પંજાબ વિરુદ્ધ પહેલી ઈનિગ્સમાં ૨૧ બોલમાં ૪૨ રન બનાવ્યા હતા.

ગબ્બરની આ ઈનિગ્સની સાથે આઈપીએલ ૨૦૨૪માં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેનમાં ત્રીજા તો નિકોલસ પુરન ૫માં સ્થાને પહોંચી ગયો છે. શિખર ધવનના નામે આઈપીએલમાં ૩ ઈનિગ્સમાં ૧૩૭ રન છે. તો નિકોલસનના બેટમાંથી ૨ મેચમાં ૧૦૬ રન બનાવી ચૂક્યો છે. ઓરેન્જ કેપની રેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી ૧૮૧ રનની સાથે ટોપ પર છે. તો ટોપ-૫ બેટ્‌સમેનના લીસ્ટમાં સનરાઈઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેન બીજા તો રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગ ચોથા સ્થાન પર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના મુસ્તફિઝર રહમાન પાસેથી હજુ સુધી કોઈ પર્પલ કેપ લઈ શક્યું નથી. સીએસકેના આ ફાસ્ટ બોલરે ૨ મેચમાં ૬ વિકેટ લઈ આઈપીએલ ૨૦૨૪માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરના લિસ્ટમાં ટોપ પર છે. આ લિસ્ટમાં ટોપ -૫માં એક માત્ર ભારતીય કેકેઆરનો હર્ષિત રાણા છે.

આ ફાસ્ટ બોલરે ૨ મેચમાં ૫ વિકેટ લીધી છે. તો ટોપ-૫માં સામેલ થનારા ફાસ્ટ બોલરમાં કાગિસા રબાડા, સૈમ કરન અને આંર્દ રસેલ છે. ૈંઁન્ ૨૦૨૪ ની પર્પલ કેપની રેસમાં, હર્ષિત એકમાત્ર લાખપતિ બોલર છે જે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની ટોપ ૫ યાદીમાં સામેલ છે.ધોનીના ખેલાડીઓ હાલમાં પર્પલ કેપની રેસમાં ટોચના સ્થાને છે. ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને પ્રથમ ૨ મેચમાં ઝ્રજીદ્ભ માટે ૬ વિકેટ લીધી છે.