Sports

‘ક્યારેક તો ભારતીય ટીમમાં મારી પસંદગી કરવી જ પડશે…’ IPLમાં જોરદાર ફોર્મ બતાવનારા બેટરને વિશ્વાસ

આસામના યુવા ખેલાડી રિયાન પરાગને પોતાના કૌશલ્ય અને પ્રતિભા પર એટલો વિશ્વાસ છે કે તે ભરપૂર આત્મવિશ્વાસથી કહે છે કે ભલે ગમે તે થઈ જાય હુ ભારત માટે રમીશ. પરાગે કહ્યું કે ક્યારેક ને ક્યારેક તો તમારે ભારતીય ટીમમાં મારી પસંદગી કરવી જ પડશે. આ મારો વિશ્વાસ છે. હું ભારત માટે રમીશ પરંતુ એ નથી ખબર કે ક્યારે રમીશ.

આસામના 22 વર્ષીય યુવા ખેલાડીએ રાજસ્થાન રોયલ્સ માટે ચોથા નંબર પર બેટિંગ કરતા IPL માં 150 ની નજીક સ્ટ્રાઈક રેટથી 573 રન બનાવ્યા છે. પરાગે કહ્યું કે જ્યારે હુ રન બનાવી રહ્યો નહોતો, તો મે પહેલા ઈન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે હું ભારત માટે જરૂર રમીશ.

તેણે કહ્યું કે આ મારો પોતાના પર વિશ્વાસ છે. આ મારુ અભિમાન નથી. જ્યારે મે 10 વર્ષની ઉંમરમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, ત્યારે મારા પિતા (રેલવે અને આસામના પૂર્વ ખેલાડી પરાગ દાસ) ની સાથે મારુ આ જ આયોજન હતું. એવી શક્યતા છે કે રિયાનને અભિષેક શર્મા અને હર્ષિત રાણાની સાથે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદ કરવામાં આવશે.

પરાગે કહ્યું, આ આગામી પ્રવાસ હશે કે છ મહિનામાં એક પ્રવાસ હશે કે પછી એક વર્ષમાં એક પ્રવાસ હશે, હુ ક્યારે રમીશ, તેની પર મે વિચાર કર્યો નથી. આ સેલેક્ટર્સનું કામ છે.