બુધવારે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ મળ્યો છે. શૂટર સ્વપ્નિલ કુસાલે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનની મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્વપ્નીલે કુલ 451.4 પોઇન્ટ્સ મેળવ્યા છે.
ખાસ વાત એ છે કે આ વર્ષના ઓલિમ્પિકમાં અત્યાર સુધી ત્રણેય મેડલ માત્ર શૂટિંગ ઈવેન્ટ્સમાં જ જીત્યા છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં વુમન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા બાદ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે.
- હોકી: ભારતીય હોકી ટીમને પૂલ-બીમાં બેલ્જિયમ સામે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.
- એથ્લેટિક્સ: પ્રિયંકા ગોસ્વામી 20km મહિલા રેસ વોકમાં મેડલ મેળવવાથી ચૂકી ગઈ
- તીરંદાજી: પ્રવીણ જાધવ પુરુષોની વ્યક્તિગત તીરંદાજી મેચના રાઉન્ડ ઓફ 64માં હાર્યા બાદ બહાર થઈ ગયો
- બોક્સિંગ: નિખત ઝરીન મહિલાઓના 50 કિગ્રાના રાઉન્ડ ઓફ 16માં વુ યુ સામે હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી.
- શૂટિંગ: સ્વપ્નિલ કુસાલે 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ જીત્યો
- રેસ વોક: ભારતીય એથ્લેટ પુરુષોની 20km રેસ વોકમાં મેડલથી ચુકી ગયા
- બેડમિન્ટનઃ સાત્વિક-ચિરાગની જોડી મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ છે.
- બેડમિન્ટન: લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સમાં એચએસ પ્રણોયને સીધી ગેમમાં હરાવ્યો.
- બેડમિન્ટન: પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સીધી ગેમમાં હારી ગઈ.