ફ્રાન્સના કાન શહેરમાં 13થી 24 મે દરમિયાન 78માં કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 2025માં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ અને ‘લાપતા લેડીઝ’ ફેમ નિતાંશી ગોયલે (જેને સિરીઝમાં ‘ફૂલ’નું પાત્ર ભજવ્યું હતું) પોતાની સ્ટાઇલ અને ભારતીયતાથી બધાનું દિલ જીતી લીધું.
‘વુમન ઇન સિનેમા’ની ખાસ મહેમાન બની જેકલીન જેકલીન ફર્નાન્ડીઝ ભલે ઓપનિંગ સેરેમનીના રેડ કાર્પેટ પર ન પહોંચી હોય, પરંતુ તે ત્રીજા દિવસે સંપૂર્ણ સ્ટાઇલમાં કાન ફેસ્ટિવલમાં પહોંચી. તેણે સફેદ શર્ટ, સિલ્વર-ટચ પેન્ટ અને કમર સુધી પહોંચેલી મેટાલિક ચેઇન સાથે ખાસ લુકમાં એન્ટ્રી કરી હતી. સ્લીક બનમાં બાંધેલા વાળ, મેચિંગ ઇયરિંગ્સ અને બ્લેક પંપ્સ સાથે, જેકલીનનો લુક અપ્સરાથી ઓછો નહોતો લાગતો.
‘વુમન ઇન સિનેમા’ પહેલ હેઠળ વિશ્વભરમાંથી પસંદ કરાયેલી 6 ખાસ મહિલાઓમાં જેકલીનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પહેલ રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેક્લીને પણ આ સન્માનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું, “@redseafilm સાથે કાનનો પહેલો દિવસ. મહિલા સ્ટોરી ટેલરને પ્રોત્સાહન આપતી પહેલ ‘વુમન ઇન સિનેમા’માં સન્માનિત થવાનો આનંદ છે.”