પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ તેની નવી સસ્પેન્સ, કોમેડી ફિલ્મ ‘ડિટેક્ટીવ શેરદિલ‘ સાથે દર્શકોને હસાવવા અને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે. ઢઈઈ૫ પર રિલીઝ થનારી આ ફિલ્મનું સ્ટાઇલિશ પોસ્ટર સામે આવ્યું છે, જેમાં દિલજીતનો અનોખો અંદાજ ચાહકોને રોમાંચિત કરી રહ્યો છે. અલી અબ્બાસ ઝફરની છછજી ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ મહિને ર્ં્ પર રિલીઝ થશે.
આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં છે, અને તેની સાથે ડાયના પેન્ટી, બોમન ઈરાની, ચંકી પાંડે, રત્ના પાઠક શાહ, બનિતા સંધુ અને સુમિત વ્યાસ જેવા તેજસ્વી સ્ટાર્સ છે. ‘ડિટેક્ટીવ શેરદિલ‘ રવિ છાબરિયાની પહેલી ફિલ્મ છે, જેમણે અગાઉ ‘સુલતાન‘, ‘ભારત‘ અને ‘ટાઈગર ઝિંદા હૈ‘માં સહાયક દિગ્દર્શક તરીકે અલી અબ્બાસ ઝફર સાથે કામ કર્યું હતું. આ સ્ક્રિપ્ટ અલી અબ્બાસ ઝફર, સાગર બજાજ અને રવિ છાબરિયા દ્વારા સહ-લેખિત છે. આ ફિલ્મ છછઢ ફિલ્મ્સ, ઓફસાઇડ એન્ટરટેઈનમેન્ટ અને મૌર્ય એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે.
ઉલ્લેખનીય છે કે, દિલજીત દોસાંઝ છેલ્લે ૨૦૨૪ માં “જટ એન્ડ જુલિયટ ૩” માં મોટા પડદા પર જાેવા મળ્યો હતો. તે પહેલાં, તે ઇમ્તિયાઝ અલીની ર્ં્ ફિલ્મ “અમર સિંહ ચમકીલા” માં જાેવા મળ્યો હતો. તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ “પંજાબ ૯૫” ભારતમાં પ્રકાશનો દિવસ જાેઈ શકી નહીં અને અહીં સિવાય વિશ્વભરમાં રિલીઝ થઈ કારણ કે નિર્માતાઓ અને સેન્સર બોર્ડ એકમત ન થઈ શક્યા. ડિટેક્ટીવ શેરદિલ ઉપરાંત, અભિનેતા “સરદારજી ૩” માં પણ જાેવા મળશે. આ ફિલ્મ ૨૭ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.