બોલિવૂડમાં હીમેન તરીકે જાણીતા, ૮૯ વર્ષના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની આંખોનું ઓપરેશન થયું છે. તેઓ મહારાષ્ટ્રના મુંબઈની એક હોસ્પિટલની બહાર નજર આવ્યા. તેમની આંખ પર બેન્ડેજ લાગેલી હતી. ધર્મેન્દ્રને જાેઈને ચાહકો પરેશાન થઈ ગયા પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમની આંખોનું ઓપરેશન થયુ હતુ. હવે તે પહેલા કરતાં સારું અનુભવી રહ્યાં છે. રિકવર થઈ રહ્યાં છે.
હોસ્પિટલની બહાર પેપ્સે તેમને જાેયા તો ખબર-અંતર પૂછવા લાગ્યા. ધર્મેન્દ્રએ કહ્યું ‘હું હજુ ખૂબ સ્ટ્રોન્ગ છું. હજુ ધર્મેન્દ્રમાં ખૂબ તાકાત છે. મારી આંખ આઈ ગ્રાફ્ટ થઈ ગઈ છે. હું મજબૂત છું.‘
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની આંખ પર બેનડેજવાળો ફોટો જાેતાંજ સોશિયલ મીડિયામાં દેશ અને વિદેશમાં રહેતા કરોડો ચાહકો દ્વારા ના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. યુઝર્સે કમેન્ટ કરી તેમને ખૂબ પ્રેમ આપ્યો છે.