Entertainment

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર‘ ૪ દિવસના કલેક્શન સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર

બૉલીવુડ ના ખ્યાતનામ અભિનેતા ને ભાઈજાન ના નામે પ્રખ્યાત એવા સલમાન ખાન ની ફિલ્મ ‘સિકંદર’ ને રીલીઝ થવાના ૪ દિવસના કલેક્શન સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી લીધો છે.દર્શકો સલમાન ખાનની ‘સિકંદર‘ ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. પરંતુ રિલીઝ થયા પછી, દર્શકો ફિલ્મથી નિરાશ થયા હોય તેવું લાગે છે. ઈદના અવસર પર રિલીઝ થયેલી ‘સિકંદર‘ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

ફિલ્મ સિકંદરે બોક્સ ઓફિસ પર પણ કંઈ ખાસ કમાણી કરી રહી હોય તેવું લાગતું નથી. ઈદ પછી, ‘સિકંદર‘નું કલેક્શન ખૂબ જ ઘટી ગયું છે અને ચોથા દિવસે, ફિલ્મની હાલત વધુ ખરાબ છે. ‘સિકંદર‘ના પ્રોડક્શન હાઉસ, અનુસાર, ફિલ્મે પહેલા દિવસે ૩૫.૪૭ કરોડ રૂપિયાની કમાણી સાથે બોક્સ ઓફિસ પર પોતાનું ખાતું ખોલ્યું. બીજા દિવસે, સલમાન ખાનની ફિલ્મે ૩૯.૩૭ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. ત્રીજા દિવસે ‘સિકંદર‘ એ ૨૭.૧૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

હવે ફિલ્મના ચોથા દિવસના કલેક્શનના શરૂઆતના આંકડા પણ બહાર આવી ગયા છે. ‘સિકંદર‘ એ ત્રણ દિવસમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. સલમાન ખાનની ફિલ્મે ત્રણ દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ ૧૦૨ કરોડ રૂપિયાની કમાણી કરી. જાેકે, હવે ઈદની રજાઓ પૂરી થઈ ગઈ છે, તે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જાે આપણે ચોથા દિવસના શરૂઆતના આંકડા જાેઈએ તો ફિલ્મ ખરાબ હાલતમાં છે અને કલેક્શનમાં ભારે ઘટાડો થયો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ‘સિકંદર‘ એ બુધવારે માત્ર ૨.૧૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, ફિલ્મે ચાર દિવસમાં ભારતમાં કુલ ૧૦૪.૧૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એઆર મુર્ગાડોસે સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર‘નું દિગ્દર્શન સંભાળ્યું છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના મુખ્ય અભિનેત્રી તરીકે જાેવા મળી છે. આ સિવાય સત્યરાજ વિલન અવતારમાં જાેવા મળ્યો છે. જ્યારે પ્રતીક બબ્બર, શરમન જાેશી અને અંજિની ધવન પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જાેવા મળે છે.