Entertainment

ટીવી એક્ટર અલી ગોની કહ્યુ- 50થી વધુ મકાનો ફર્યો હઈશ, ઘર્મ પૂછીને ના પાડી દે છે

ટીવી એક્ટર અલી ગોનીએ ઘણી વાર ઉલ્લેખ કર્યો છે કે તેને કાશ્મીરી અને મુસ્લિમ હોવાને કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. તાજેતરના પોડકાસ્ટમાં, અલીએ ખુલાસો કર્યો કે- જ્યારે તે ગર્લફ્રેન્ડ જાસ્મીન ભસીન સાથે મુંબઈમાં ઘર શોધી રહ્યો હતો, ત્યારે ઘણા લોકોએ તેને ઘર આપવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે- તેઓ મુસ્લિમોને ઘર આપતા નથી.

અલી ગોની તાજેતરમાં ઇન્કોન્ટ્રોવર્શિયલ પોડકાસ્ટ પર દેખાયો હતો. અહીં તેને પૂછવામાં આવતું કે- કાશ્મીરી હોવાને કારણે તેને ઘણો ભેદભાવનો સામનો કરવો પડ્યો. આ અંગે એક્ટરે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં આવું ક્યારેય બન્યું નથી, પરંતુ ઘર શોધતી વખતે મારે ભેદભાવનો સામનો કરવો પડ્યો. હજુ પણ હું અને જાસ્મીન એક ઘર શોધી રહ્યા છીએ, હું તમને 50 ઇમારતો ગણાવી શકું છું જેમાં કહેવામાં આવ્યું હતું કે- તે મુસ્લિમોને ઘર આપતા નથી.

અલીએ આગળ કહ્યું- મેં જોયું છે કે જે લોકોએ ના પાડી હતી તે બધા વૃદ્ધ લોકો હતા, તેની ઉંમર 50-60 વર્ષની હશે. અલી ગોનીએ વાતચીતમાં એમ પણ કહ્યું કે- તે ટૂંક સમયમાં ગર્લફ્રેન્ડ જાસ્મીન સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા જઈ રહ્યો છે. તેને મુંબઈમાં એક ઘર મળી ગયું છે. જોકે, હજુ સુધી તેમનો લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી.

મુસ્લીમ હોવાના કારણે ઘર નથી મળી રહ્યું માત્ર અલી ગોની જ નહીં, ઘણા સેલેબ્સે પણ મુંબઈમાં ઘર ન મળવાની ફરિયાદ કરી છે. ઉર્ફી જાવેદે થોડા સમય પહેલા આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું છે કે- કેટલાક લોકોએ તેને ઘર આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે મુસ્લિમ છે, જ્યારે કેટલાકને તેના કામ સામે વાંધો હતો.

આ સિવાય, ‘બિગ બોસ 18’નો ભાગ રહેલી યામિની મલ્હોત્રાએ પણ જણાવ્યું છે કે- તેને મુંબઈમાં ઘર શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ્યાં પણ જાય છે, તેને તેના ધર્મ વિશે પૂછવામાં આવે છે. આ પછી પણ, જો કોઈ ઘર આપવા માટે સંમત થાય છે, તો તે એક્ટ્રેસ છે તે સાંભળીને ના પાડી દે છે.