સનરાઈઝ ઈંગ્લીશ ગુજરાતી મીડીયમ સ્કૂલ ખાતે સુરક્ષા સેતું અંતર્ગત મહીલા સ્વરક્ષણ તાલીમ અપાઈ હતી. છોટાઉદેપુર જીલ્લા પોલીશ અધિક્ષક ઈમ્તિયાઝ શેખના આદેશથી અને જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર રાઠોડ માર્ગદર્શન હેઠળ જાસ્મીન ચેરીટેબેલ ટ્રસ્ટ.વડોદરા સંચાલીત જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડીફેન્સ એકેડમી દ્વારા શાળાની ૨૦૦ જેટલી વિધાર્થીની બહેનોને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી.
જેની પૂર્ણાવૃતિ રૂપે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થીતીમાં તાલીમાર્થી વિધાર્થિનીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન બાદ તાલીમ આપનાર કોચ જાબીરહુશેન એન.મલેકનું સન્માન જિલ્લા નાયાબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર રાઠોડ અને શાળાના એમ.ડી.ડિંપલબેન સોની અને આચાર્ય હેતલબેન ઉપધ્યાય દ્વારા પ્રમાણપત્ર અને મોમેન્ટો આપવામાં આવ્યું હતું. સનરાઈજ શાળા ના બે વિધાર્થીઓ હુશેન વોહરા, અલફેજ આરીફ્ભાઈ રલીયા એ નેશનલ કરાટે સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
અને જિલ્લાનું નામ રોશન કરેલ હતું. તેઓને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર રાઠોડ અને શાળાના એમ.ડી. ડિંપલબેન સોની , શાળાના આચાર્ય હેતલબેન ઉપાધ્યાય અને તમામ શિક્ષકો દ્વારા વિજેતા વિધ્યાર્થીઓને અને તાલીમાર્થી વિધાર્થીઓને શુભેછાઓ પાઠવવામાં આવી હતી. સુરક્ષા સેતુ અંતર્ગત સ્પોર્ટ્સ એકેડમીના સીનીયર કોચ જાબીરહુશેન એન. મલેક દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર